#MeToo: તનુશ્રી દત્તાએ મારો રેપ કર્યો: જાણો કોણે લગાવ્યો આરોપ…

0
442

બૉલીવુડ કલાકાર નાના પાટેકર અને અભીનેત્રી તનુશ્રી દત્તા વચ્ચે શરૂ થયેલા જુના વિવાદમાં રાખી સાવંત પણ વચ્ચે આવી છે. પહેલા તો રાખીએ તનુશ્રીને ઘણું ખરું-ખોટું કહ્યું અને આરોપ લગાવ્યો છે કે તે સંપૂર્ણ રીતે જૂઠ બોલી રહી છે. રાખીએ કહ્યું કે તનુશ્રી બોલીવુડને બદનામ કરવાના પ્રયત્ન કરી રહી છે. બંને વચ્ચેની આ લડાઈ માનહાનિનાં કેસ સુધી પહોંચી ગઈ છે. હવે રાખી સાવંતે તનુશ્રી પર એકવાર ફરી આરોપ લગાવ્યા છે.

રાખી સાવંતે કહ્યું કે, “તનુશ્રી અંદરથી છોકરો છે. તેણે મારી સાથે વારંવાર રેપ કર્યો. મને આ કહેતા ઘણી જ શરમ આવી રહી છે અને દુ:ખ થઈ રહ્યું છે કે આજથી 12 વર્ષ પહેલા મારી સાથે રેપ થયો હતો. એક છોકરી તરીકે મારે આવુ ના કહેવું જોઇએ.”

રાખી સાવંતે વધુમાં કહ્યું, “મારી આંખોમાં આસૂ છે. મારુ હ્રદય ભાંગી ચુક્યું હતુ. મને અંદરથી તકલીફ થઈ રહી છે, આજ સુધી જીભ નથી ખોલી. મને નામ લેતા ડર લાગી રહ્યો છે કારણ કે વારંવાર ધમકીઓ મળી રહી છે. મારવાની ધમકીઓ આપવામાં આવે છે. ગેંગરેપની ધમકીઓ મળી રહી છે. પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી ચુકી છું. ઘણું #MeToo #MeToo થઈ રહ્યું છે, હવે હું ઇચ્છું કે #SheToo થાય. મારો રેપ વારંવાર તનુશ્રી દત્તાએ કર્યો છે. હવે તમે કહેશો કે આવું કઈ રીતે? કલમ 377 લાગુ કરવામાં આવી છે. તમને શું લાગે છે તનુશ્રી દત્તાએ કેમ મુંડન કરાવ્યું? તે એક છોકરી નહીં, પરંતુ છોકરો છે. અંદરથી તે છોકરો છે. તનુશ્રી આજથી 12 વર્ષ પહેલા મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. તે મને રેવ પાર્ટીઓમાં લઇને જતી હતી.”

રાખીએ તેની પ્રેસ કોન્ફરન્સમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે આખરે તનુશ્રી દત્તાએ તેનું માથું કેમ મુંડાવ્યું હતું. રાખીએ દાવો કર્યો હતો કે તનુશ્રીએ તેના કારણે મુંડન કરાવ્યું હતું. રાખીએ તો તનુશ્રીનો નાર્કો ટેસ્ટ કરવાની પણ માગણી કરી હતી.

તનુશ્રી મને રેવ પાર્ટીમાં લઈ જતી હતી. એ પાર્ટીમાં તે હંમેશાં નશીલા પદાર્થોનું સેવન કરતી હતી. તે સિગારેટમાંથી તમાકુ કાઢીને તેમાં લીલા રંગની કોઈ વસ્તુ ભરતી હતી. તેણે બળજબરીથી ઘણી વખત એ નશીલી સિગારેટ મને પણ પીવડાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here