ચીનની વધુ એક નાપાક હરકત: આગામી દિવસોમાં ભારતમાં મોંઘી થઇ જશે આ વસ્તુઓ…

થોડા સમય પહેલા જ લદ્દાખમાં ચીની સેના સાથે અથડામણ થઈ હતી. ત્યાર બાદ ભારત ચીનને સબક શીખવાડવા આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી પગલાંઓ ભરી રહ્યું છે.…

થોડા સમય પહેલા જ લદ્દાખમાં ચીની સેના સાથે અથડામણ થઈ હતી. ત્યાર બાદ ભારત ચીનને સબક શીખવાડવા આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી પગલાંઓ ભરી રહ્યું છે. પણ ચીન સાથેની આપણી નિર્ભરતા રાતોરાત ઘટી નહીં જાય. અને એ જ કારણ છે કે, ચીન અવારનવાર આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યું છે. ભારત ખુબ જ મોટા પાયે દવાઓનું ઉત્પાદન કરે છે, પણ તેના માટે જરૂરી રો મટિરિયલ API (Active Pharmaceutical Ingredients) અને KSM (Key Starting Materials)ની આયાત ચીનથી કરવામાં આવે છે.

ચીને આ કી સ્ટાર્ટિંગ મટિરિયલની કિંમતમાં 10-20 ટકાનો વધારો કર્યો છે. જેની સીધી અસર ભારતમાં દવાની કિંમતો પર જોવા મળી શકે છે. આગામી એક કે બે મહિનાની અંદર જ્યારે KSMની નવો જથ્થો આવશે ત્યારે તેની કિંમત વધારે ઙસે, જેના કારણે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી જશે અને દવાની કિંમત પણ વધારવી પડશે. ઉદ્યોગ જગતનું કહેવું છે કે આ પ્રકારની હરકતો દ્વારા ચીનનો ઉદ્દેશ આત્મનિર્ભર ભારત અભિયાનને ધક્કો પહોંચાડવાનું છે.

ચાઇનામાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર પ્રવર્તી રહેલા સંકટના વાદળ ભારતમાં પણ મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે. પર્યાવરણીય ચિંતાઓને કારણે અનેક ચીની કંપનીઓનો કારોબાર અટક્યો છે, જેના કારણે ભારતીય કંપનીઓને કાચા માલની ભારે તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, આની અસર ભારતમાં દવાની સપ્લાય પર થશે અને તેમની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે. ભારત ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ માટે ચીનથી 85 ટકા સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (એપીઆઇ) ની આયાત કરે છે અને તેમની કિંમતોમાં 120 ટકાનો વધારો થયો છે.

એન્ટિ ડાયાબિટીક, કાર્ડિયોવાસ્ક્યુલર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, વિટામિન્સ અને એન્ટીબાયોટીક્સ સહિત લગભગ તમામ પ્રકારની દવાઓ માટેનો કાચો માલ ગયા વર્ષ જૂન સુધીમાં મોંઘો થઈ ગયો છે. કેન્સર સંબંધિત દવાઓમાં મહત્તમ વધારો થયો છે. કેન્સરની દવાઓ માટેના મુખ્ય APIs, 5-ફ્લોરોસિટોઝિન અને એચએમડીએસ, અનુક્રમે 60 અને 484 ટકા વધ્યા છે. ચાલો તમને જણાવી દઇએ કે પર્યાવરણીય ચિંતાને લીધે એક વર્ષમાં ચીનમાં દોઢ કરોડ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. તેની અસર હવે ભારત પર જોવા મળી રહી છે. ભારતમાં મોટાભાગની કંપનીઓ આ મામલે દવાની કિંમતમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે.

ચીનમાંથી ભારત APIનું મોટાપાયે ઈમ્પોર્ટ કરે છે. APIને બેઝિક ફાર્મ ઈન્ગ્રીડિયન્ટ કહેવાય છે. તેની મદદથી દવા તૈયાર થાય છે. એપીઆઈની કિંમત હાલ પ્રી કોવિડ લેવલ પર પહોંચી ચૂકી છે. ભારત જરૂરિયાતનો 70-80 ટકા માલ ચીનથી ઈમ્પોર્ટ કરે છે. KSMની મદદથી ભારતીય કંપનીઓ એન્ટીબોડી મેડિસિન તૈયાર કરવામાં આવે છે. તેની કિંમતમાં વધારો કરવાને કારણે દવાની કિંમતોમાં પણ ઉછાળો આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *