4 વર્ષની દીકરીએ આપી શહીદ પિતાને કરુણ વિદાય, આ વાત જાણી આંખો છલકાઈ જશે, વાંચો અહીં

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

સામાન્ય રીતે દેશમાં કોઈ જવાન શહીદ થાય તો આ ખબર સાંભળીને દરેક દેશવાસીઓની આંખો ઉભરી આવે છે. કારણ એ જ છે કે ભારતીય સેના માં જે જવાને પોતાની જિંદગી સમર્પણ કરી દીધી છે, તે જયારે શહીદ થાય ત્યારે લોકો તેને શ્રધાંજલિ આપવા કોઈ કસર બાકી રાખતા નથી. એવા પરિવાર ભાગ્યેજ જોવા મળે છે કે તેમનો પુત્ર કે પતિ દેશની સેવા કરવા માટે દેશમાટે સમર્પિત થવા માટે તે ભારતીય સેના માં જોડાયા હોય. તો હવે આપણે જાણીએ કે જયારે આપડા દેશના એક જવાન શહીદ થાય છે ત્યારે તેના પરિવાર અને સમગ્ર ભારતમાં કેવી સ્થિતિ ઉભી થાય છે.

શહીદ મેજર કેતન શર્માના અંતિમ સંસ્કારમાં દેશ પ્રેમ અને સેનાની લાગણીઓનો જ્વાર ઉમટ્યો હતો. દુ:ખ અને ગુસ્સા વચ્ચે લોકો ઉમટી પડ્યા હતા અને પોતાના શહેરના હિરોને અંતિમ વિદાય આપી હતી. મેજર કેતન શર્મા અમર રહે… ના નારાઓ વચ્ચે જ્યારે પાર્થિવ દેહને ચિતા પર મૂકવામાં આવ્યું તો બધાએ એકસાથે સલામી આપી હતી.  પિતાને જોઇને ચાર વર્ષની મસુમ દીકરીએ પણ સેલ્યુટ કર્યું. દુઃખથી અજાણ માસુમ દીકરીની સ્મિતભર્યું સેલ્યુટ મેળવીને તો મેજર કેતન પણ જાણે સ્મિત કરી બેઠા હશે.

Loading...

શહીદ કી ચિતાને પિતાએ જ્યારે મુખાગ્નિ આપી તો ઉમટેલી ભીડે બંને હાથ જોડીને અંતિમ વિદાય આપી હતી. રડી રહેલી શહીદની પત્ની ઇરાએ પણ હાથ જોડીને નમન કર્યું. જે માતાએ ડ્યુટી પરથી વહેલા આવવાનું કહ્યું હતું એ દેશપ્રેમી માની સલામી મેળવીને પણ ભારત માનો આ લાલ અમર થઇ ગયો. એક જ નારો ગૂંજતો રહ્યો, જબ તક સુરજ ચાંદ રહેગા કેતન શર્મા નામ રહેગા, ભારત માતા કા લાલ કેસા હો… કેતન શર્મા જૈસા હો… પાકિસ્તાનથી બદલો લેવા માટે અક્રોશિત ભીડના હૃદયમાં એક ગૌરવ પણ હતું અને એ હતી કેતનની હિંમત.

દેશની સેવા કરવા પોતાના એકલા વહાલસોયા પુત્રનું બલિદાન આપનાર પિતા રવિન્દ્ર શર્મા અંદર સુધી તૂટી ગયા છે. આ અવસ્થામાં જ્યારે માતા-પિતાને સહકારની જરૂર હોય, ત્યારે પુત્રનો પાર્થિવ દેહ તેમની સામે હતો. તેઓ સેનાના અધિકારીઓ અને સંબંધીઓને ગળે મળીને એક જ સવાલ પૂછી રહ્યા હતા કે અમારો સિંહ દીકરો તો જતો રહ્યો, હવે જિંદગીભર આ ગમ કેવી રીતે ઝેલાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.