જૂનાગઢમાં સરદાર જયંતીએ ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમમાં હાજર રહેવા યોજાઇ બેઠક, લોકોની લાગી ભીડ

જૂનાગઢ: સરદાર વલ્લભભાઇ પટેલની 31મી ઓક્ટોબરે જન્મજયંતી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કાર્યક્રમની વિસ્તૃત જાણકારી…

જૂનાગઢ: સરદાર વલ્લભભાઇ પટેલની 31મી ઓક્ટોબરે જન્મજયંતી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપવા બાબતે જૂનાગઢમાં ખાખીનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં 2000થી વધુ લોકો હાજર રહી સરદાર જયંતી નિમિતે યોજાનાર ખેડૂત સત્યાગ્રહમાં હાજર રહેવાનું વચન આપ્યું હતું. તેમજ પાટીદાર સમાજને અનામત, ખેડૂતોના દેવામાફી, જલ્દીથી જલ્દી અલ્પેશ કથીરિયાની જેલમુક્તિમા મુદ્દા માટે પૂરી મક્કમતાથી સાથે રહેવાનું વચન આપી માંગને બુલંદ બનાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

વધુ એક ખેડૂતએ કર્યો આપઘાત: સાહેબ, ખેડૂતો મરી રહ્યા છે, આ તાયફા છોડો!

ખેડૂતો કમોતે મરી રહ્યા છે અને આ સરકારને સરદારની પ્રતિમા, એકતાયાત્રા, રાષ્ટ્રીય એકતા દિવસ, બુલેટ ટ્રેનો, ખેલમહાકુંભો, રણોત્સવો, વાઇબ્રન્ટ નવરાત્રિઓ અને બિઝનેસ સમિટ સૂઝે છે. લાનત છે; આ સરકાર ઉપર. સુખેથી જીવતી સામાન્ય પ્રજાને ભાવવધારા, મોંઘવારી, ગેરકાયદે જમીન અધિગ્રહણ અને આરોગ્ય-શિક્ષણ-સેવાના મૂળભૂત જરૂરિયાતોના ખાનગીકરણમાં ઝોંકી દીધી !

શિક્ષણ, આરોગ્ય સેવા સહિતની બધી જ સેવાઓમાં લગભગ છેલ્લા ક્રમે રહેલા રાજ્યને ખેડૂત આપઘાતમાં ઘણું આગળ એટલે કે ચોથા ક્રમે લાવીને મૂકી દીધું; તે આ સરકારની ઉપલબ્ધી. યાદ રહે કે, આ સરકારે જ તાજેતરમાં સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે દુષ્કાળ, પાક નિષ્ફળ જવાથી કે દેવામાં ડૂબી જવા સહિતના કારણોને લીધે ખેડૂતોનાં મોત અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

આ રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 1,309 ખેડૂતો અથવા ખેતમજૂરોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતના કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે રહ્યું છે.

છેલ્લા ત્રણ વર્ષના ખેતમજૂરોના આપઘાતના આંકડાઓ તપાસ કરવામાં આવે તો 2014થી 2017 દરમિયાન 132 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. 2014થી 2016 દરમિયાન 1177 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2015ના વર્ષ કરતા વર્ષ 2016માં 35.5 ટકાનો વધારો થયો હતો. આ આંકડા એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

આજે એટલે કે 26 ઓક્ટોબરે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગામે 42 વર્ષના ખેડૂતે આપઘાત કરવાની ઘટના સામે આવી છે. પાક નિષ્ફળ જવાના મામલે રાણાભાઇ ગાગિયાએ ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા વધુ એક વખત દુઃખદ સ્થિતિના એંધાણ સામે આવ્યા છે.

આ પૂર્વે પોરબંદરના રાણાવાવના ખેડૂતે પાક નિષ્ફળના ડરથી જીવન ટૂંકાવી લીધું હતું. વિરમ ઓડેદરા નામના 54 વર્ષીય ખેડૂતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. વિરમ ઓડેદરા રાણાવાવના મહીરા ગામના નિવાસી હતા.સાતમી ઓક્ટોબરના રોજ ગઢડાના ગુદાળા ગામ ખાતે એક ખેડૂતો પાંચ વિઘાનો પાક નિષ્ફળ જતાં આપઘાત કરી લીધો હતો.

25મી સપ્ટેમ્બરે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરથી અનકભાઇ ગભરુભાઇ જેબલીયા (ઉ.35) નામના ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં ઉત્પાદન નબળુ આવતું હોવાથી હિંમત હારી આપઘાત કરી લીધો હોવાનું પિતરાઇ ભાઇએ પોલીસને જણાવ્યું હતું.

29મી સપ્ટેમ્બરે દ્વારકાના બેહ ગામના ખેડૂતને ડર હતો કે તેમનો પાક નિષ્ફળ જવાનો છે. આ ડરથી જ ખેડૂતે ગળેફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

પહેલી ઓક્ટોબરે સુરેન્દ્રનગરના વેજલકા ગામના ઝરમરિયા શંકરભાઇ મનજીભાઇ નામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ખેડૂતે ભાવનગરના સિહોર જઇને સંબંધીના ખેતરમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જયારે સાતમી ઓક્ટોબરે ગઢડાના ગુદાળા ગામના એક ખેડૂતે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

આપઘાત પાછળના કારણમાં ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ જતા અંતિમ પગલું લીધાનું સામે આવ્યું હતું. આ અભાગિયા ખેડૂતો અને તેમના સ્વજનોના હૃદયમાંથી નીકળતી તીણી હાય શું આ સરકારને શાંતિથી રાજ કરવા દેશે ?!

પાક નિષ્ફળ જતા સૌરાષ્ટ્રના ૭ જિલ્લાઓમાંથી ૫૦,૦૦૦ જેટલા મજૂરોએ ગામ છોડયું

અપૂરતા વરસાદને કારણે સૌરાષ્ટ્રના ગામડાંઓમાં પાક નિષ્ફળ જવાથી મોટી સંખ્યામાં ખેતમજૂરોએ ગામ છોડી વતન તરફની વાટ પકડી છે અથવા નજીકના મોટા શહેરોમાં ચાલતા થયા છે. ખેડૂત સંગઠનમાંથી મળતી માહિતીને આધારે છેલ્લા બે અઠવાડિઆમાં આશરે ૫૦,૦૦૦ જેટલા ખેત મજૂરોએ ગામ છોડી દીધું છે. સૌરાષ્ટ્રના ગામડાંઓમાં મોટાભાગે દાહોદ, પંચમહાલ અને નર્મદાની આસપાસના ગામડાંઓમાંથી કામ અર્થે આવે છે.

જયારે બીજા રાજયોની વાત કરવામાં આવે તો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી મજૂરો કામ કરવા માટે આવે છે. ઘણા બધા જમીન માલિકો આ મજૂરોને પોતાના ખેતર ભાગીદારીમાં ખેડવા માટે આપે છે. તો કેટલાક મજૂરોને રોકીને ખેતરોના પાકનું કામ કરાવે છે. જેમાં સમગ્ર સિઝન માટે આ મજૂરોને રોકવામાં આવે છે. પરંતુ, આ વખત ઓછા વરસાદને લીધે પાક નિષ્ફળ થયો છે. જેની સીધી અસર આ મજૂરો પર થઈ છે. આ મજૂરો પોતાના પરિવાર સાથે ખેતરની આસપાસ રહે છે.

વરસાદને અભાવે સૌરાષ્ટ્રના મુખ્ય ગણાતા બે પાક મગફળી અને કપાસના પાકને માઠી અસર થઈ છે. ઉત્પાદનમાં પણ ધરખમ ઘટાડો થયો છે. ખેડૂતોએ પાક નિષ્ફળ જતા સુકાયેલા પાકને કાપવાનું પણ શરૂ કરી દીધું છે. અમેરલીના આંબરડી જિલ્લાના એક ખેડૂત કમલેશ નસીતે જણાવ્યું હતું કે, મારા ખેતરમાં ૧,૦૦૦ બાહરથી આવેલા ખેત મજૂરો કામ કરતા હતા. પાક નિષ્ફળ જવાને કારણે તેઓ ગામ છોડીને ચાલ્યા ગયા છે. હવે વરસાદના બીજા કે ત્રીજા રાઉન્ડની જરૂર નથી અને અહીં સિંચાઈ માટેની કોઈ સગવડ પણ નથી.

અમરેલી જિલ્લાના ઘણા પરિવારો સુરત સ્થાયી થઈ ગયા છે અને હીરા ઉદ્યોગ સાથે જોડાઈ ગયા છે. નફા વહેચણીના કરાર સાથે જયારે તેઓ પરત આવે ત્યારે આવા ખેત મજૂરોને જમીન ખેડવા માટે આપી જાય છે. સૌરાષ્ટ્રમાંથી આટલી મોટી સંખ્યામાં મજૂરોનું પરત ફરવું એ ગંભીર બાબત છે. છેલ્લા થોડા સમયથી સારો એવો વરસાદ વરસેલો છે.

ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ જે. કે. પટેલે કહ્યું કે, સુરેન્દ્રનગરને બાદ કરતા બાકીના સાત જિલ્લાઓમાંથી ખેત મજૂરો પોતાના ઘરે જઈ રહ્યા છે. કારણ હવે પાક બચે એવી કોઈ શકયતા નથી. મગફળી અને કપાસના ખેતરોના આશરે ૫૦,૦૦૦ મજૂરો પરત ફર્યા છે. સુરેન્દ્રનગરના ૬૦% વિસ્તારોને નર્મદા પાણીની કેનાલમાંથી સિંચાઈ માટેનું પાણી મળી રહે છે, તેથી ત્યાંથી જૂજ મજૂરો પરત થયા છે. પણ અમરેલી, રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમી દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોમાંથી મોટા ભાગના મજૂરો પરત ફર્યા છે.

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ને ખરીફ પાકની સિઝન ૨૦૧૮-૧૯માં મગફળીના ઉત્પાદનમાં ૫૦%નો ઘટાડો નોંધ્યો છે. કપાસમાં પણ ગત વર્ષે ૧૧૯ લાખ ગાંસડીના ઉત્પાદન સામે આ વખતે માત્ર ૮૦ લાખ ગાંસડીનું ઉત્પાદન છે. અમરેલીના વધુ એક ખેડૂત જનક પરસારાએ કહ્યું કે, આ વખતે મે ૨૭ વિઘા જમીનમાંથી માત્ર ૧૦ વિઘા જમીનમાં વાવેતર કર્યું છે. પણ આ વખત સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. આ ઉપરાંત જે ૧૫ ખેત મજૂરોને રોકયા હતા તે પણ છૂટા થઈ ગયા છે. આ લોકો મારી પાસેથી એડવાન્સ પૈસા લઈને જતા રહ્યા છે.

પરંતુ, પાક નિષ્ફળ ગયો છે એટલે એ પરત આવે એવું લાગતું નથી. અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું કે, સરકારે બેરોજગાર બનતા ખેજમજૂરોની સ્થિતિને ધ્યાન લીધી છે. તાજેતરમાં સરકાર સાથે થયેલી વીડિયો કન્ફરન્સમાં આ વિષય પર ચર્ચા થઈ હતી અને આ તમામ માનવશ્રમને પંચમહાલ પાસેના એનઆરઈજીએમાં કામ અપાવવા માટે ચર્ચા થઈ હતી. ઉદ્યોગોની માગને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાના ખેત મજૂરોને પણ વહેલી તકે નોકરી આપવામાં આવશે એવુ રાજય સરકારે સ્પષ્ટ કર્યું હતું.

પાક નિષ્ફળ જવા પાછળ સંપૂર્ણ પણ વરસાદને જવાબદાર ન ઠેરવી શકાય કારણ કે સૌરાષ્ટ્રના જ કેટલાક જિલ્લાઓમાં આ વખતે ૧૦૦% સારો વરસાદ થયો છે તેમ છતાં પાક નિષ્ફળ થયો છે. આ ઉપરાંત, ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ સારો એવો વરસાદ વરસ્યો છે. ચોમાસાનો બીજો તબક્કો અહીં શરૂ થયો જ નથી. ખેડૂતોને પાક વીમો મળી રહે તે માટે હજુ કેટલાક ચોક્કસ આંકડા ખેડૂતો પાસેથી એકઠા કરવામાં આવી રહ્યા છે. જેથી તેમને પાક વીમો આપી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *