હવામાન વિભાગની મોટી આગાહી: રાજ્યના આ જિલ્લાઓમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા

ગુજરાત રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે. આગામી ચાર દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે…

ગુજરાત રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે. આગામી ચાર દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત સહિત અન્ય કેટલાય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં ખુબ જ સારો વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, 23 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં ફરી એક વખત લો પ્રેશર સક્રિય થય રહ્યું છે. જેને લીધે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.

હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. સાથે સાથે ગુજરાતના અન્ય કેટલાય અન્ય વિસ્તારોમાં પણ હળવાથી માધ્યમ વરસાદ પડશે. જયારે ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નોંધનીય છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓછો વરસાદ પડ્યો છે. તેમજ ગીર-સોમનાથ, દ્વારકા સહિતના વિસ્તારમાં સારો વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટેની સુચના આપી દેવમાં આવી છે.

જોવા જઈએ તો ગત વર્ષની સરખામણી કરીએ તો ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 13% જેટલો ઓછો વરસાદ થયો છે. જયારે તાપી જીલ્લામાં સરેરાશથી 73% જયારે ગાંધીનગરમાં 69% અને દાહોદમાં 61% વરસાદ પડી શકે છે. જયારે અન્ય નવ જીલ્લોમાં વરસાદની 50% ઓછો વરસાદ પડ્યો છે. જયારે ફરી એક વખત હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *