મહેસાણામાં અસામાજિક તત્વોએ ત્રણ આખલા પર ફેંક્યું એસીડ, મોઢા અને શરીર પરની ચામડી બળતા આખલાનું દર્દનાક મોત

મહેસાણા(ગુજરાત): અબોલ પ્રાણી સાથે મહેસાણા જિલ્લાના વિસનગરમાં ક્રૂરતા આચરવામાં આવી છે. અજાણ્યા વ્યક્તિઓએ ૩ આખલા પર એસિડ ફેંકી દીધું હતું. જેના કારણે આખલાના મોઢા અને…

મહેસાણા(ગુજરાત): અબોલ પ્રાણી સાથે મહેસાણા જિલ્લાના વિસનગરમાં ક્રૂરતા આચરવામાં આવી છે. અજાણ્યા વ્યક્તિઓએ ૩ આખલા પર એસિડ ફેંકી દીધું હતું. જેના કારણે આખલાના મોઢા અને શરીર પરની ચામડી બળી ગઈ હતી. 3 માંથી 1 આખલાનું સારવાર દરમિયાન મોત થયું છે. આ અંગે જે દ્રશ્યો જોવા મળ્યા છે તે ખરેખર કમકમાટી ઉપજાવે તેવા છે. કોઈએ આ અંગે જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરતા પશુ ચિકિત્સકની મદદથી આખલાઓને સારવાર માટે પાંચોટ ખસેડાયા હતા. એક આખલાનું સારવાર દરમિયાન મોત થયું છે.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, વિસનગરના કાંસા વિસ્તારમાં ફરતા 3 આખલા પર કોઈ અજાણ્યા વ્યક્તિએ એસિડ ફેંકી દીધું હતું. એસિડના કારણે આખલાઓના મોઢા અને શરીર પરની ચામડી બળી ગઈ હતી. ચામડીના પોપડા ઉપસી આવ્યા હતા. ત્યારબાદ આ દ્રશ્યો જોઈને લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવ પછી આવા અસામાજિક તત્વો વિરુધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારબાદ વિસનગરના જીવદયા પ્રેમીઓએ પશુ ડૉક્ટરની મદદથી આખલાઓની સારવાર કરાવી હતી. મહેસાણાના પાંચોટમાં આખલાઓને વધુ સારવાર માટે ખસેડ્યા હતા.

કોઈએ આ મામલે ફરિયાદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું નથી. હાલ આ ઘટનાની જીવદયા પ્રેમીઓ તેમજ હિન્દુ સંગઠનોએ નિંદા કરી છે. તેની સાથે જ આવું કૃત્ય કરનાર નરાધમોને પકડીને કડક સજા કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક યુવકના ધ્યાનમાં રસ્તા પર તડફડિયા મારતા 3 આખલા આવ્યા હતા. ત્યારબાદ તેને જીવદયા પ્રેમીઓને ફોન કરીને આ માહિતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *