બેજવાબદાર તંત્ર- હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરીમાં બીમાર દર્દી કરવા લાગ્યો લોકોની સારવાર. જાણો વિગતે

Published on Trishul News at 3:03 PM, Fri, 21 February 2020

Last modified on February 21st, 2020 at 3:06 PM

મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માનસિક રૂપથી બિમાર માણસે ડોક્ટરની ખુરશી પર બેસી ગયો અને આટલું જ નહી પણ ઘણાખરા બિમાર દર્દીઓની સારવારની સાથે દવાઓ પણ લખી આપી હતી. આ ઘટનામાં એવો ચોંકાવનાર ખુલાસો થયો છે કે તમે જાણીને આશ્ચર્ય થશે. આ માણસ ડોક્ટરની ચેમ્બરમાં બેસીને ઘણા લોકોને તપાસીને દવાઓ પણ ઉતારી આપી હતી. આ માણસે એકસાથે ઘણા લોકોની સારવાર કરી હતી. અને તેમને દવા પણ આપી હતી.

આ ઘટના તે સમયે સર્જાણી કે જ્યારે હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં ભીડ લાગી હતી, અને તમામ ડોક્ટર્સ દર્દીઓને તપાસવામાં વ્યસ્ત હતા, ત્યારે ચેમ્બર નંબર 20માં દર્દીઓની લાંબી લાઈન લાગી હતી, જ્યારે આ ચમ્બરનાં ડોક્ટર હિમાંશુ બાથમ સીટ પર નહોતા, ત્યારે અચાનક આ માનસીક રીતે અસ્થિર શખ્સ સીટ પર બસીને દર્દીઓને તપાસવાનું શરૂ કર્યું અને જોત જોતામાં તો ડઝન જેટલા દર્દીઓને તપાસી લીધા હતા, અને દવા લખેલી પર્ચીઓ એક પછી એક સરકારીમેડિકલ સ્ટોરમાં જવાની શરૂ થઈ હતી, અને સ્ટોર પર હાજર વ્યકિતને લાલ પેનથી લખેલી ચિઠ્ઠીમાં શું લખેલું છે તે સમજવામાં ના આવતા તો તેને શંકા ઉપજી હતી.

ત્યાર પછી તેણે નિર્ણય કર્યો કે હોસ્પિટલની અંદર જઈને જોઈએ. તેણે દવા લખનાર ડોક્ટરનો ચેમ્બરનંબર પૂછ્યો તો ત્યાં પહોંચીને આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ વ્યક્તિએ જોયું કે ડોક્ટરની સીટ પર માનસિક રીતે અસ્થિર શખ્સ દર્દીઓને તપાસે છે. હોસ્પિટલ સત્તાવાળાઓને આ મામલાની ખબર પડીતો ભારે હોબાળો મચ્યો હતો. અને આ મામલો સામે આવ્યા પછી હોસ્પિટલનાં સ્ટાફે તેને ચેમ્બરમાંથી તગેડીને એલર્ટ જાહેર કર્યું હતું. આ મામલો સામે આવ્યા પછી કલેક્ટર એ સઘન તપાસ કરવાની ખાતરી આપવાની સાથે જેમણે લાપરવાહી કરી છે તેમની વિરુદ્ધ સખ્ત સખ્તમાં કાર્યવાહી કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "બેજવાબદાર તંત્ર- હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરીમાં બીમાર દર્દી કરવા લાગ્યો લોકોની સારવાર. જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*