અસામાજિક તત્વએ ગણેશ મંડપમાં ઘૂસીને ગણેશજીની મૂર્તિ કરી ખંડિત, જાણો કારણ

હાલમાં ગણેશોત્સવના અંતિમ દિવસ ચાલી રહ્યા છે ત્યારે ગણેશ ભક્તો માટે એક દુખના સમાચાર આવ્યા છે. સુરતના ખટોદરા ગજજર કમ્પાઉન્ડમા શીવ ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી હતી. સોમવારે રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા મંડપમા તોડફોડ કરી ગણેશજીની મુર્તિ પણ ખંડીત કરી દીધી હતી.

વહેલી સવારે આ વાતની જાણ થતા જ આસપાસના ગણેશ ભકતો એકઠા થઇ ગયા હતા અને આરોપીને ઝડપી પાડવાની માંગ કરી હતી. શરુઆતના સમયે આ હરકત અન્ય ધર્મના લોકોએ કરી હોવાની વાત સોસિયલ મિડિયામા વહેતી થઇ હતી. જેથી આ બનાવને ગંભીરતાથી લઇને ખટોદરા પોલીસે તાત્કાલિક અજાણ્યા વિરુધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન સીસીટીવી ફુટેજ અને તપાસના આધારે પોલીસે 55 વર્ષીય હરીશ ભારતી નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસ પુછપરછ દરમિયાન આ શખ્સ અસ્થિર મગજનો હોવાનુ જણાયુ હતુ. ફુટપાથ પર રહેતા હરિશે પંડાલમાં જમવાનું શોધવા માટે તોડફોડ કરી હતી. ઉપરાંત પંડાલ નજીકના પાનના ગલ્લામાંથી રોકડા 150 રૂપિયાની ચોરી કર્યાની પણ કબુલાત કરી છે. હાલમાં પોલીસ હરિશની ઝીણવટભરી પુછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: