ગોંડલમાં માનસિક અસ્થિર યુવતી પર ઢગાએ આચર્યું ગંદુ કામ, યુવતીના પેટમાં દુ:ખાવો ઉપડ્યો

આરોપીની ધરપકડઃયુવતીને મેડીકલ ચેકઅપ માટે ખસેડાઈ cac5250702ba404ae7241216377c26dd ગોંડલના ભગવતપરામાં અનાજ દળવાની ઘંટી ધરાવતા ઢગાએ માનસિક અસ્થિર યુવતીને હવસનો શિકાર બનાવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી…

આરોપીની ધરપકડઃયુવતીને મેડીકલ ચેકઅપ માટે ખસેડાઈ

ગોંડલના ભગવતપરામાં અનાજ દળવાની ઘંટી ધરાવતા ઢગાએ માનસિક અસ્થિર યુવતીને હવસનો શિકાર બનાવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી પોલીસે ફરિયાદ બાદ તુરંત જ આરોપી શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ભગવતપરા શેરી નંબર ૯, બાપાસીતારામ ચોકમાં અનાજ દળવાની ઘંટી ધરાવતા શૈલેષ બારોટ (ઉંમર વર્ષ ૪૮) નામના ઢગાએ માનસિક અસ્થિર યુવતીને પોતાની હવસનો શિકાર બનાવતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

પોલીસે માનસિક અસ્થિર યુવતીની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી પીએસઆઇ ઝાલા તેમજ નરેન્દ્રસિંહ જાડેજાએ હાથ ધરી હતી.

દુષ્કર્મની ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે માનસિક અસ્થિર યુવતી આરોપીની દુકાન પાસેથી પસાર થઇ ત્યારે આરોપી શખ્સે તેને અંદર બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને રાત્રે પેટમાં દુખાવો ઉપડતા તેની માતાને સઘળી હકીકત જણાવતા મામલો બહારઆવ્યો હતો પોલીસે હાલ યુવતીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડાઈ છે.

ઉપરોક્ત ઘટનામાં ધરપકડ કરાયેલ ઢગો બે દીકરી અને બે દીકરા નો પિતા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *