ભાજપમાંથી મહેશ સવાણી ને ટિકિટ મળવાની છે, તેના વિરોધમાં ઉતર્યા સુરતના 12 ધારાસભ્યો

સુરતના ઉદ્યોગપતિ અને પિતાવિહોણી અનેક દીકરીઓને કન્યાદાન કરનાર કર્મનિષ્ઠ એવા મહેશ સવાણીને ભાજપ પક્ષ ટિકિટ આપી રહ્યું છે, તેવી વાતો સોશિયલ મીડિયામાં ફરી રહી છે.…

સુરતના ઉદ્યોગપતિ અને પિતાવિહોણી અનેક દીકરીઓને કન્યાદાન કરનાર કર્મનિષ્ઠ એવા મહેશ સવાણીને ભાજપ પક્ષ ટિકિટ આપી રહ્યું છે, તેવી વાતો સોશિયલ મીડિયામાં ફરી રહી છે. તે સાથે જ સુરતના ઘણા નાગરિકોએ આ વાતને સહર્ષ સ્વીકારી છે. પરંતુ ભાજપના પાયાના કાર્યકરો અને ધારાસભ્યોને આ વાત ન ગમી હોય તેવા સૂર સોશિયલ મીડિયામાં દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં મહેશ સવાણીને ટિકિટ ન મળે તેના વિરોધમાં કથિત રીતે એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે…

સૌરાષ્ટના દાનવીરો અને ઉધોગપતીઓને રાજકીય કારકીર્દી ભાજપ દ્વારા ખતમ કરવામા આવી ..

કઇ રીતે ?

પોરબંદર ના ખેડુત નેતા વિઠ્ઠલભાઇ તથા તેમના પરિવારમાથી કોઇને ટીકીટ ન આપી. આ એ પરિવાર છે કે જેમણે હરહંમેશ લોકો ની વચ્ચે રહ્યા છે છતા તેમને અથવા પરિવાર માથી કોઇને ટીકીટ ન આપી.

આવી જ રીતે સુરત મહેશભાઇ સવાણી ૨૦૦૭ થી ભાજપ મા છે અને સમુહલગ્ન જેવા સારા કાર્યો પણ કર્યા છે પણ તેમને પણ સુરત ના ૧૨ ધારાસભ્યોયે જ હાઇકમાન્ડમા લેટર લખીને મોક્લયા કે સુરત ભાજપ પ્રમુખ નિતિન ભજીયાવાલા ને લોકસભાના ઉમેદવાર બનાવવા..

મહેશભાઇ ને પણ ટીકીટ નથ આપવાના આ ભાજપ ના કાર્યાલય મા જ વાતુ થતી હતી. અગાઉ લાઠેર બાબરા સીટ પર ઉધોગપતી અને સામાજીક અગ્રણી એવા ગોપાલભાઇ ચમારડી સમુહ લગ્ન અને કથાના આયોજન કરીને ટીકીટ મેળવી હતી અને તેમની હાર થઇ હતી.

ભાજપ કાર્યલય મા કાર્યક્ર્તા ઓ પણ એવી વાત કરે છે કે કોગ્રેસમાથી ભાજપ મા આવે એને મંત્રી મા સમાવેશ ..
કથા અને સમુહલગ્ન કરે તેને ડાયરેક્ટ ટીકીટ મળે તો શુ અમારી જેવા નાના કાર્યક્ર્તાઓને કાયમ બેનરજ બાંધવાના?

જો અત્યારે ૨૦૧૯ ની ચુંટણી મા ભાજપ હાઇકમાન્ડ દ્વારા આ ભુલ થશે તો યુવા કાર્યક્ર્તાઓ રાજીનામા ધરશે. તેવી ચીમકી પણ વૉટ્સઍપમાં ફરતા થયેલા મેસેજમાં આપવામાં આવી છે.

આવા મેસેજને લઈને સુરતના લોકોમાં એક કુતુહલ સર્જાયું છે કે સારા વ્યક્તિને ટિકિટ આપવામાં ભાજપ કેમ ખચકાઈ રહ્યું હશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *