આકાશમાંથી એવી વસ્તુ પડી કે, આ યુવાન રાતોરાત બની ગયો 10 કરોડનો માલિક

એક કહેવત તો તમે સાંભળી જ હશે કે, ઉપર વાળો જયારે આપે છે ત્યારે એકસાથે છપ્પર ફાડીને આપે છે. આ કહેવત આજે એક વ્યક્તિ માટે…

એક કહેવત તો તમે સાંભળી જ હશે કે, ઉપર વાળો જયારે આપે છે ત્યારે એકસાથે છપ્પર ફાડીને આપે છે. આ કહેવત આજે એક વ્યક્તિ માટે આશીર્વાદ સમાન બની ચુકી છે. ઇન્ડોનેશિયાના એક યુવાન સાથે એવી ઘટના સર્જાઈ કે હાલમાં રંક માંથી રાજા બની ગયો છે. આ યુવાન શબપેટીનું કામ કરી રહ્યો હતો અને અચાનક તેની કિસ્મત ચમકી ઉઠી હતી. અને એવો ચમત્કાર થયો કે આ વ્યક્તિ કંગાળથી સીધો કરોડ પતિ બની ગયો હતો.

હકીકતમાં, જ્યારે એક 33 વર્ષીય જોશુઆ એક દિવસ તેના ઘરે કામ કરતો હતો, તે જ દરમિયાન, તેના મકાનમાં આકાશમાંથી કંઈક એવું પડ્યું કે જેનાથી તે 10 કરોડ રૂપિયાના માલિક બની ગયો. આ યુવાનના ઘરમાં આકાશ માંથી ખુબ જ દુર્લભ ઉલ્કાપીંડનો એવો એક ટુકડો પડ્યો કે રાતોરાત આ યુવાનના ભાગ્યના દરવાજા ખુલી ગયા હતા. આ ઉલ્કાના ટુકડા આશરે 4 અબજ વર્ષ જૂનો હતો, જેના કારણે તેની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

ઉલ્કા પડવાથી તેના ઘરની છત પર કાણું પડી ગયું હતું, અને જે સમયે આ પથ્થર આકાશમાંથી પડ્યો હતો, ત્યારે જૌસા શબપેટી બનાવવાનું કામ કરી રહ્યો હતો. ઉલ્કાના વજનમાં 2 કિલોથી વધુ વજન હતું અને આ ઉલ્કાનો આટલો વજન હોવાથી ઘરની છત પર કાણું પાડી ગયું હતું. આ ઉલ્કા એટલી સ્પીડમાં નીચે આવી હતી કે, જમીનમાં પણ કેટલી ઊંડી ફસાઈ ગઈ હતી.

આ ઉલ્કાના બદલામાં, જોશુઆને લગભગ 1.4 મિલિયન પાઉન્ડ (10 કરોડ રૂપિયા) મળ્યા. આ આંકડો ખરેખર એટલો મોટો છે કે, આ યુવાનની રાતોરાત કિસ્મત જ બદલાઈ ગઈ હતી. આ યુવાને જણાવ્યું હતું કે આ ઉલ્કા ક્યારે ઘરમાં પડી ત્યારે તે ખુબ જ ગરમ હતી, અને થોડો સમય જતા તે ઠંડી પણ થઇ ગઈ તી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *