ગુજરાતમાં ભર શિયાળે ખાબકયો વરસાદ – હવામાન વિભાગની વધુ એક આગાહીથી ખેડૂત ચિંતામાં

ગુજરાત(Gujarat): રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો  વાત કરવામાં આવે તો સવારે અને રાત્રે ખુબ જ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. મહત્વનું છે…

ગુજરાત(Gujarat): રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો  વાત કરવામાં આવે તો સવારે અને રાત્રે ખુબ જ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. મહત્વનું છે કે, આજે નલિયામાં 4.5 ડિગ્રી તાપમાન નોંધાઈ ચુક્યું છે . જ્યારે કેશોદમાં 8.4 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી અને અમદાવાદમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાઈ ચુક્યું છે.

મળતી માહિતી અનુસાર, પંચમહાલમાં ચોમાસા જેવો માહોલ છે, વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડી રહ્યાની વિગતો મળી રહી છે છે. જયારે અમદાવાદ ગાંધીનગરમા પણ શીતલહેર જોવા મળી રહી છે. સાથે જ પ્રાપ્ત થતી માહિતી અનુસાર, નર્મદાથી ઉપર મધ્ય- દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાત નજીક પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમા કમસોમી વરસાદ છે.

ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગ દ્વારા ફરી એક મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની સાથે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા 28 જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મોડી રાત્રે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે ગામડા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વડોદરાના સાવલી પંથકમાં ગઈ રાત્રી માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને ખાબકવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.

રાજ્યમાં ઠંડી-માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. માત્ર એટલું જ નહીં આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂકા અને ઠંડા પવનો ફૂંકાશે.

હવામાન વિભાગ દ્વારા વરસાદ અને ભારે પવનને લઈ આગાહી કરવામાં આવી છે, તેમજ આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા એકથી બે દિવસ કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *