ગુજરાતમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી મોટી આગાહી- તોફાની બનશે દરિયો

Gujarat Monsoon Forecast: જો વાત કરવામાં આવે તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં વરસાદી માહોલ (Rainy weather in Gujarat) જોવા મળી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિ વચ્ચે…

Gujarat Monsoon Forecast: જો વાત કરવામાં આવે તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં વરસાદી માહોલ (Rainy weather in Gujarat) જોવા મળી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિ વચ્ચે ચોમાસા (Gujarat Monsoon Forecast)ને લઈ હવામાન વિભાગ (Meteorological department forecast) દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, દેશમાં 96 ટકા વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે. વધુમાં મધ્ય ભારતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત (Gujarat Rain Forecast), મહારાષ્ટ્ર, MP, છત્તીસગઢ, ઓડિશામાં ચોમાસુ સામાન્ય રહે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ગુજરાતમાં 92 ટકાથી ઓછા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મહંતીએ જણાવતા કહ્યું હતું. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવતા કહ્યું હતું કે, 15 જૂન અગાઉ ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 અને 9 જૂનની આજુબાજુ દરિયો તોફાની બની શકે છે અને 8 અને 9 જૂનની આજુબાજુ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. તેમણે કહ્યું કે, 22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ ખાબકી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતાઓ છે.

ગુજરાતમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી અને મહત્વની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, અંદમાન નિકોબરથી આવતી કાલે ચોમાસું આગળ વધી શકે તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે.

અંબાલાલ પટેલે (Ambalal Patel) વધુમાં જણાવતા કહ્યું કે, 15 જૂન અગાઉ ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 અને 9 જૂનની આજુબાજુ દરિયો તોફાની બની શકે છે અને 8 અને 9 જૂનની આજુબાજુ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું છે કે, 22, 23, 24 જૂનની આજુબાજુ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *