કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં હવામાનને લઈ અંબાલાલ પટેલે આપી મહત્વની જાણકારી, 38 વર્ષ જુનો આ રેકોર્ડ તૂટશે

સમગ્ર દેશમાં હવામાનને લઈ અવારનવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં હવામાન વિભાગની આગાહીને લઈ એક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર…

સમગ્ર દેશમાં હવામાનને લઈ અવારનવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં હવામાન વિભાગની આગાહીને લઈ એક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર દેશમાં આ વખતનો શિયાળો હુંકાળો રહ્યો છે. રાજ્યમાં પણ આ શિયાળો સૌથી ગરમ રહ્યો છે.

કારણ કે, ઉત્તર તરફના પવન આવવામાં ઘણીવાર વિલંબ થતો હતો. આ દરમિયાન શિયાળામાં વરસાદનો ગર્ભ પણ થવામાં નથી. ધૂળકટની પરિસ્થિતિ પણ જોવા મળી છે. વર્ષ 2021ના માર્ચ મહિનાના આગામી દિવસોમાં હજુ ગલ્ફ બાજુનું ધૂળકટ ગુજરાતના વિસ્તારોને પ્રભાવિત કરી શકે તેમ છે, એવું ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું છે.

માર્ચ 28થી 31માં ગલ્ફ તરફથી આવી રહેલ ધૂળકટ કચ્છ તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં આવી શકે છે. આ અરસામાં ગુજરાતના ભાગોમાં વાદળો પણ આવે છે. વાદળો એપ્રિલ માસની શરૂઆતમાં પણ જોવા મળે છે. માર્ચ મહિનાના પાછલા દિવસોમાં દરિયામાં હલચલ જોવા મળશે.

બંગાળના ઉપસાગરમાં એપ્રિલ માસની શરૂઆતમાં સામાન્ય ચક્રવાતની અસરો જણાઈ આવી છે. અરબ સાગર તથા બંગાળના ઉપસાગરના ભેજને કારણે રાજ્યમાં પણ 3થી 6 એપ્રિલ વાદળો આવે. 29થી 31 માર્ચ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા તથા કમોસમી વરસાદની સંભાવના રહેલી છે.

પશ્ચિમી વિક્ષેપ એપ્રિલ માસની શરૂઆતમાં પણ આવે છે કે, જે રાજ્યના હવામાનને પ્રભાવિત કરી શકે છે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની ગતિવિધિ જોવા મળી છે. 18થી 20 એપ્રિલમાં ચક્રવાતની પરિસ્થિતિ જોવા મળે. જેને કારણે કચ્છ, સાબરકાંઠા, પંચમહાલ તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હવામાનમાં બદલાવ આવી શકે છે. 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *