ભલભલા કોરોના સામે સંજીવની સાબિત થયું મિથિલિન બ્લૂ- પરિણામ દેખાતા લોકો કરી રહયા છે સેવન

કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ…

કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ કર્યું છે. કોરોનાના સેકન્ડ સ્ટ્રેનની મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. મોટા શહેરો જ નહી પણ નાના ગામડાંમાં પણ આ ભયંકર રીતે ફેલાઇ ગયો છે. સરકારી કે ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે બેડ પણ મળતા નથી ત્યારે કોરોના પોઝીટીવ પેશન્ટ ટ્રીટમેન્ટ અને ઓકિસજન માટે વલખાં મારી રહયા છે.

તેવા અંધાધુંધ વાતાવરણમાં મિથિલિન બ્લૂ જાણે કે નવી આશા જગાવતી સંજીવની સ્વરૂપે કામ આપી રહયુ છે. જાણવા મળ્યું છે કે, હાલમાં રેમડેસીવીર ઇન્જેકશન સહિતની દવાઓની તંગી વચ્ચે મિથિલિન બ્લૂ લોકોની જાન બચાવી રહયું છે.

મિથિલિન બ્લૂ કઇ રીતે કામ કરે છે ?
1) મિથિલિન બ્લૂ હિમોગ્લોબિનમાં ફેરસનું પ્રમાણ વધારે છે. જેથી ઓકિસજન લેવલ જળવાઈ રહે છે. તે કોરોના પોઝીટીવ દર્દીને ઓકિસજન લેવલ ઘટવા દેતું નથી.
2) મિથિલિન બ્લૂ ફાઇબ્રોસિસ બ્લોકર છે. ફેફસાંમાં ફાઇબ્રોસીસ થતાં ફેફસુ પેક થઇ જાય છે જેથી શ્વાસોશ્વાસમાં મૂશ્કેલી ઉભી થાય છે. આ દરમિયાન મિથિલિન બ્લૂ ફાઇબ્રોસિસ બનતુ અટકાવી જે તે સ્થિતિમાં સ્થગિત કરી ફેફસામાં વધુ ડેમેજને અટકાવે છે.
3) મિથિલિન બ્લૂ મસલ રિલેકટન્ટ તરીકે કાર્ય કરે છે. જેથી અશકિત અને થાકની ફરિયાદમાં રાહત મળી રહે છે.

મિથિલિન બ્લૂ કઇ રીતે લેવાય?
કોરોનાના નવા સ્ટ્રેનમાં મિથિલિન બ્લૂનો ડોઝ કોવિડ પોઝિટિવ દર્દી  માટે 3 વખત સવાર-બપોર-સાંજ 12 થી 15 ટીંપા અથવા અડધી ચમચી જીભની નીચે 10 મિનિટ માટે મુકી રાખીને પછી અડધા ગ્લાસ પાણી સાથે તેને પેટમાં ઉતારી જવાની હોય છે.

મિથિલિન વડે નાસ લેવા માટે 400-500 એમએલ પાણીમાં એકથી દોઢ ચમચી મિથિલિન બ્લૂ નાખી તેનો દિવસ દરમિયાન 2 થી 3 વખત નાસ લેવો જોઇએ. આ ઉપરાંત જે વ્યક્તિ કોરોના પોઝિટિવ નથી તેવા નોર્મલ વ્યકિતએ પ્રિવેન્ટીવ તરીકે એક વખત અડધી ચમચી 10 મીનીટ માટે જીભની નીચે મુકી પેટમાં ઉતારવી જોઈએ. તેમજ એક વખત નાસ લેવો જોઈએ.

આડ અસર છે?
મિથિલિન બ્લૂની કોઇ ખાસ આડ અસર નથી. સામાન્ય અસરમાં જીભ બ્લૂ થવી અને પેશાબમાં લીલાશ ઝાંય પડતી જોવા મળે છે.

શું સાવચેતી રાખવી?
સામાન્ય રીતે નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને આ દવા ન લેવાની સલાહ આપવામાં આવે છે. 10 વર્ષથી મોટી ઉંમરના દરેક વ્યકિત આ દવા લઇ શકે છે. મિથિલિન બ્લૂ લેવાના અડધા કલાક પહેલા કે પછી ખોરાક કે અન્ય દવા લઇ શકાય છે.

હાલમાં ગુજરાતમાં ઘણા ડોકટર્સ પોતે મિથિલિન બ્લૂ લઇ રહયા છે. તેમજ તેમના પેશન્ટને સારવારમાં દવા તરીકે આપીને અસરકારક પરિણામો મેળવી રહ્યાં છે. આમ કોરોનાના સેકન્ડ સ્ટ્રેનમાં મિથિલિન બ્લૂ ખરેખર સંજીવની તરીકે કાર્ય કરી રહયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *