અત્યાર સુધીની સૌથી મોટી ઘુસણખોરી- એક સાથે આટલા આંતકીઓ ભારતમાં ઘુસતા મચ્યો હડકંપ

શ્રીનગર(Srinagar): ઉત્તર કાશ્મીર(North Kashmir)માં છેલ્લા આઠ વર્ષમાં સૌથી મોટી આતંકવાદી(Terrorist) ઘૂસણખોરી થઈ છે. બારામુલ્લા સેક્ટર(Baramulla sector)માં સરહદ પારથી આશરે 10 આતંકવાદીઓ ઘૂસ્યા છે. જોકે, સેના…

શ્રીનગર(Srinagar): ઉત્તર કાશ્મીર(North Kashmir)માં છેલ્લા આઠ વર્ષમાં સૌથી મોટી આતંકવાદી(Terrorist) ઘૂસણખોરી થઈ છે. બારામુલ્લા સેક્ટર(Baramulla sector)માં સરહદ પારથી આશરે 10 આતંકવાદીઓ ઘૂસ્યા છે. જોકે, સેના દ્વારા આતંકવાદીઓની સંખ્યા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. બીજી બાજુ, મંગળવારે ઉરી સેક્ટરમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ(Mobile and internet services shut down) કરી દેવામાં આવી હતી. તે જ સમયે, સેનાએ બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન(Search operation) ચાલુ રાખ્યું છે.

પેરા કમાન્ડોની ટીમ પણ તપાસમાં લાગેલી છે. વહીવટીતંત્રે સાવચેતીના પગલા રૂપે બારામુલ્લા અને ઉરીના વિવિધ ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ પગલું ઘૂસણખોરોનાં કાવતરાં અને હુમલાઓને નિષ્ફળ બનાવવાનું વલણ ધરાવે છે. આવો જ એક હુમલો શ્રીનગર એરપોર્ટ પરથી નિષ્ફળ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોટી સંખ્યામાં IED પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં એરપોર્ટ રોડ નજીક હમહામા વિસ્તારમાં તપાસ દરમિયાન સુરક્ષાદળોને આઈઈડી મળી આવ્યું હતું. જપ્ત કરાયેલ IED નું વજન 6 કિલો હતું અને તેનો ઉપયોગ એરપોર્ટની આસપાસના વિસ્તારમાં મોટા વિસ્ફોટો કરવા માટે કરવામાં આવ્યો હતો.

IED ને ડિફ્યુઝ કરવામાં આવ્યું હતું અને આસપાસનો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો હતો. જમ્મુ -કાશ્મીરમાં પોલીસ ટીમ પર થયેલા આતંકવાદી હુમલાના સંબંધમાં બે સરકારી શાળાના શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે.

બીજી બાજુ, સરહદ પર 10 આતંકીઓની ઘૂસણખોરીના અહેવાલો બાદ સેનાને એલર્ટ કરવામાં આવી છે. અને તેની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ માત્ર એરપોર્ટ પરથી જ નહીં પરંતુ હેડક્વાર્ટર, ટેક્નિકલ એરપોર્ટ વગેરે પરથી પણ મળી આવ્યા છે, ત્યારબાદ સમગ્ર વિસ્તારને એલર્ટ કરીને મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *