કોરોના વાયરસ કરતા પણ આ રોગો છે વધારે ભયંકર, દરવર્ષે થઇ રહ્યા છે લાખો લોકોના મોત

Published on: 12:47 pm, Sat, 3 October 20

આખું વિશ્વ કોરોના વાઇરસના ચેપથી છેલ્લા 10 મહિનાથી ગ્રસ્ત છે. બ્રાઝિલ જેવા ઓછી આવક ધરાવતા દેશો સ્વાસ્થ્ય સુવિધાઓના અભાવને લીધે જકોરોના સામે લડી, પરંતુ બ્રિટન અને યુએસ જેવા મોટા દેશોમાં પણ આ વાઇરસનો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. વિકાસશીલ અને અવિકસિત દેશોમાં વિકાસશીલ દેશો ના હાલત વધારે ખરાબ છે. લગભગ 100 વર્ષ પહેલાં, સ્પેનિશ ફ્લૂએ વિશ્વના ઘણા દેશો પર ખરાબ અસર કરી હતી. કોરોના વાઇરસ ખતરનાક છે, પરંતુ શું તમે જાણો છો કે પણ ખતરનાક રોગો છે, જે દર વર્ષે લાખો લોકોને મોતને ઘાટ ઉતારે છે.

કોરોના વાઇરસની જેમ, ઘણા વધુ રોગો છે, જે દર વર્ષે લાખો લોકોનાં મોતનું કારણ બને છે. મેડિકલ જર્નલ ધ લેન્સેટના અધ્યયનમાં બહાર આવ્યું છે કે, કોરોનાની જેમ જ 15 વધુ રોગો જીવલેણ છે. આ રોગો ઘણા કિસ્સાઓમાં કોરોના કરતા પણ વધુ જોખમી છે. જાણવામાં આવ્યું છે કે કોરોના ચેપના કારણે વિશ્વભરમાં 1.47 કરોડનો આંકડો પાર થઇ ગયો છે, જેના કારણે અત્યાર સુધીમાં 10 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.

વાયરસનો શિકાર થયેલા મોટા ભાગના લોકો એવા છે કે, જેઓ બિન-કોવિડ દર્દીઓ છે. એટલે કે, તેઓને બ્લડ પ્રેશર, સુગર, હાયપરટેન્શન, હ્રદયરોગ અથવા અન્ય રોગોથી પીડાઈ રહ્યા છે. કોરોના વચ્ચે આવા લોકો સૌથી પહેલા કોરોનાનો ભોગ બન્યા છે. અને તેવા લોકોનું મૃત્યુ પણ થયું છે. કોરોનાની સારવાર દરમિયાન આવા લોકોને કોરોનાની સારવારમાં ઘણી અસરો પણ જોવા મળી છે.

લેસેન્ટના અધ્યયન મુજબ, કોરોના જેવા ખતરનાક ગંભીર રોગોમાં હૃદય રોગ, કેન્સર, રેનલ રોગ, ક્ષય રોગ (ટીબી) નો સમાવેશ થાય છે. રિપોર્ટ પ્રમાણે દર વર્ષે ફક્ત 1.78 કરોડ લોકો હ્રદય રોગથી મરી રહ્યા છે. દર વર્ષે 96 લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે, જ્યારે રેલ રોગ અથવા રેનલ રોગોને લીધે ૧2 લાખ લોકો અને ક્ષય રોગથી 11 લાખ લોકો મૃત્યુ પામે છે. આ દરેક રોગોને ધ્યાનમાં લઈએ તો દર વર્ષે આશરે 4.43 કરોડ લોકોના મોત થાય છે.

ચિંતા અહીં જ નહીં, પરંતુ કોરોનાના સમયમા ખરાબ પરિસ્થિતિ તો એ છે કે, ઘણા દેશોમાં આ રોગ માટે સારી સુવિધા ઉપલબ્ધ છે. જ્યાં ઘણા એવા દેશો પણ છે, જ્યાં ચિકિત્સા સુવિધાઓ પહેલાથી જ ખરાબ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે કોરોના રોગચાળાના ગાળાના પ્રથમ ત્રણ મહિનામાં વિશ્વભરમાં 2.84 કરોડ સર્જરી સ્થગિત કરવી પડી હતી. અસરગ્રસ્ત દેશોમાં ભારત શામેલ છે.

WHOના રિપોર્ટ મુજબ, કોરોના વાઇરસના સમયમાં ચાલી રહેલા કેટલાક રસીકરણ અભિયાનો પર પણ ખરાબ રીતે અસર થયા છે. ભારતમાં પણ, લાખો બાળકોને સમયસર રસી આપવામાં આવી નથી. માર્ચમાં બાળકો માટે સઘન રસીકરણ અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયો છે. જો કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, ત્યારબાદની રસીકરણ કાર્યક્રમ પહેલાની જેમ ચાલુ રાખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle