અરે બાપ રે આ શું! અચાનક જ સેંકડો કરચલાઓ રસ્તાની વચ્ચે આવી જતા મચી અફરાતફરી- વિડીયો જોઇને ચોંકી ઉઠશો

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. ત્યારે આ વિડીયોમાં અમુક એવા વિડીયો પણ હોય છે જે આપણને ચોંકાવી દે છે…

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. ત્યારે આ વિડીયોમાં અમુક એવા વિડીયો પણ હોય છે જે આપણને ચોંકાવી દે છે તો આ વિડીયોને જોઇને ડર લાગવા લાગે છે. ત્યારે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ક્રિસમસ આઇલેન્ડ તરફના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે લાખો લાલ કરચલાઓએ સમુદ્રમાં તેમનું વાર્ષિક સ્થળાંતર શરૂ કરવા પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે આવેલા ટાપુ પર જંગલ છોડી દીધું છે. વીડિયોમાં લાખો લાલ કરચલા જંગલમાંથી નીકળતા જોવા મળ્યા હતા. અસંખ્ય કરચલાઓ જંગલમાંથી બહાર નીકળીને રસ્તાઓ પાર કરીને સમુદ્ર તરફ જઈ રહ્યા છે. પ્રવાસ દરમિયાન કરચલાઓને કારણે સ્થાનિક લોકોનું પણ મનોરંજન થયું હતું.

ઑસ્ટ્રેલિયા ટાપુ પર લાલ કરચલાઓની સેના:
ઑસ્ટ્રેલિયામાં ક્રિસમસ આઇલેન્ડ પર ઘણા લાલ કરચલા રસ્તાઓ અને પુલો પર ક્રોલ કરતા જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે આવેલા ટાપુ પર સિઝનના પ્રથમ વરસાદ પછી આ ઘટના શરૂ થાય છે. રેડ ફ્લેમ ક્રેબ્સ સમુદ્ર સુધી પહોંચવા માટે વરસાદથી ભીંજાયેલા રસ્તાઓનો ઉપયોગ કરે છે. કેટલાક કહે છે કે આ ઘટના ચંદ્ર કેલેન્ડર સાથે પણ સંકળાયેલી છે. ઑક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં, લાલ કરચલા તેમના ઘર છોડીને દરિયામાં ઇંડા મૂકવા માટે જાય છે.

ટ્વિટર પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે:
પાર્ક ઓસ્ટ્રેલિયાની ઓફિશિયલ વેબસાઇટે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. આ ઘટના દરમિયાન, રસ્તાઓ પર અવરજવર બંધ છે અને વિસ્તારના કેટલાક ભાગો પર પ્રતિબંધ છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં કરચલાઓ પુલ પર ચડતા જોઈ શકાય છે. આ બ્રિજ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે તેઓ સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી શકે. આ પુલ લાલ કરચલાઓની મદદ માટે બનાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *