રોજકોટમાં તૈયાર થયું ‘મીની અયોધ્યા’ – ભગવાન શ્રીરામના પ્રસંગોની પ્રત્યક્ષ ઝાંખી કરાવશે આ રામવન, જુઓ વિડીયો

Published on Trishul News at 3:11 PM, Wed, 24 August 2022

Last modified on August 24th, 2022 at 3:11 PM

ઘણા લોકોએ રામ જન્મભૂમિ અયોધ્યા (Ayodhya) ધામના દર્શન કર્યા હશે. હજુ પણ સેંકડો લોકો એવા હશે કે જેમણે અયોધ્યા દર્શન નથી કર્યા. પરંતુ હવે ચિંતા ન કરતા, ગુજરાતના રાજકોટ (Rajkot, Gujarat) માં મીની અયોધ્યા (Mini Ayodhya) તરીકે ‘રામવન’ તૈયાર થઈ ગયું છે. ઓગસ્ટ મહિનામાં કૃષ્ણ જન્મોત્સવના તહેવારો પર પ્રવાસન અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ થવા જઈ રહ્યો છે.

રાજકોટના આજીડેમ નજીક ગુજરાતમાં સૌપ્રથમવાર ભગવાન શ્રીરામના પ્રસંગોને જીવંત કરતું રામવન નિર્માણ પામ્યું છે. જાણવા મળ્યું છે કે 47 એકરમાં તૈયાર થયેલું આ રામ વન ભગવાન શ્રી રામના જીવનની ઝાંખી કરાવી રહ્યું છે. સાથોસાથ ભગવાન શ્રીરામના સમગ્ર જીવન ચરિત્રો ઉપર રામવન નિર્માણ પામ્યું છે. વર્ષ 2019 માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામવનનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. જે હાલ જન્માષ્ટમીમાં લોકમેળા પહેલા જ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યું છે.

સુવિધાની વાત કરીએ તો, રામ વનની સુંદરતા અને વ્યવસ્થા દરેકને આકર્ષે તેવી છે. રામ વનમાં રામકેવટ મિલાપ, રામ વનવાસ, ગઝેબો, રામસેતુ, હનુમાનજી અને વોચ ટાવર જેવા લોકોને આકર્ષિત કરતા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. રામવનના મુખ્ય ગેટની સામે જ એક વોર્ડ મુકવામાં આવ્યું છે જેમાં આ કેન્દ્રો ક્યાં બન્યા છે તેની માહિતી મુકવામાં આવી છે. અહીં આવનારા દરેક લોકોને જાણ થાય કે, કયું કેન્દ્ર ક્યા સ્થળ પર નિર્માણ પામ્યું છે.

રામ વનમાં સૌથી પહેલા ભગવાન શ્રીરામને સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. ત્યારબાદ આગળ જતા વિવિધ આકર્ષક કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. જે કેન્દ્રો ભગવાન શ્રીરામના પ્રસંગોની પ્રત્યક્ષ ઝાંખી કરાવી રહ્યા છે. ભગવાન શ્રી રામની આ ઉંચી પ્રતિમાના દર્શન કરીને દરેક લોકો ધન્યતા અનુભવે છે. રાજકોટના પ્રદુષણથી દુર શુદ્ધ વાતાવરણમાં આ રામ વન તૈયાર કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "રોજકોટમાં તૈયાર થયું ‘મીની અયોધ્યા’ – ભગવાન શ્રીરામના પ્રસંગોની પ્રત્યક્ષ ઝાંખી કરાવશે આ રામવન, જુઓ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*