બસે ત્રિપલ સવારીમાં જતી એકટીવાને કચડી નાખી- જાણો કયાની છે આ ગમગીન ઘટના

હાલમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે ઘણો વધારો જોવા મળ્યો છે. બસ અને ટ્રકના ડ્રાઈવરો આડેધડ વહન ચલાવતા જોવા મળે છે. આ દરમિયાન ફરીવાર એક એવી…

હાલમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે ઘણો વધારો જોવા મળ્યો છે. બસ અને ટ્રકના ડ્રાઈવરો આડેધડ વહન ચલાવતા જોવા મળે છે. આ દરમિયાન ફરીવાર એક એવી ઘટના સામે આવી છે જેમાં એક મીની બસે ત્રિપલ સવારી જતાં એક્ટિવાને ટક્કર મારી હતી.

રાત્રિના સમયે ટ્રાવેલ્સની બસો બેફામ બનીને રસ્તાઓ પર દોડતી જોવા મળે છે. આ બસોને કારણે એક આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું છે. બેફામ દોડતી મિની બસે ત્રિપલ સવારી જતાં એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં એક યુવકનું મૃત્યુ થયું છે. તો જ્યારે અન્ય 2 યુવાનો ઈજાગ્રસ્ત થયા છે.

રાત્રિના સમયે એક્ટીવા પર ત્રણ સવારી જઈ રહેલ યુવક મિત્રોને અકસ્માત નડ્યો હતો. મિની ટ્રાવેલ્સ બસની અડફેટે એકટીવાને ટક્કર લાગતા એક યુવક નીચે કચડાઇ જતાં તેનું મૃત્યુ થયું હતું. જાણવા મળ્યું છે કે, મૃતક જમાલપુરનો રહેવાસી છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ ઘટના અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બસ અને એક્ટિવાના નંબરઃ
એકટીવા G. J. 1-PC. 7374
મીની ટ્રાવેલ્સ R. J. 12-PA 3932

અમદાવાદમાં રાત્રિના સમયે ખાનગી લક્ઝરી બસોનો આતંક હોય છે. શહેરના રસ્તાઓ પર આડેધડ દોડતી આ બસો શહેરીજનો માટે યમરાજ બની રહી છે. આ દરમિયાન આવી બસોની સ્પીડ પર લગામ કસવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. રાત્રિના સમયે ખાનગી બસો આડેધડ રસ્તાઓ પર પેસેન્જરને લેવા માટે ઉભી રહી છે. જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાઈ છે. તેવામાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાનગી બસો અને તેના સંચાલકો ઉપર કડક નિયંત્રણો લાગાવવામાં આવે તેવી શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવે છે. આ અકસ્માત અમદાવાદના પરિમલ અંડર બ્રીજ પાસે અર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *