સુરતના વધુ એક કપલ બોક્સમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ, જાણો ક્યાં બની આ શરમજનક ઘટના?

સુરત(Surat): શહેરમાં ફરી એક વખત કોફી શોપ(Coffee shop)ના કપલ બોક્સ(Couple box)મા સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરના લિંબાયત(Limbayat) પ્લાસ્ટિક…

સુરત(Surat): શહેરમાં ફરી એક વખત કોફી શોપ(Coffee shop)ના કપલ બોક્સ(Couple box)મા સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરના લિંબાયત(Limbayat) પ્લાસ્ટિક ફેકટરીમાં કામ કરી રહેલા એક યુવકે સહ કર્મચારી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. હેવાન યુવક બપોરના સમયે જ્યારે રિશેષ હોય છે ત્યારે સગીરાને કપલ બોક્સમાં લઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આરોપીએ સગીરાને લીંબાયત વિસ્તારમાં આવેલ વેલેન્ટાઈન કોફી શોપ(Valentine Coffee Shop)ના કપલ બોક્સમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના ખાતામાં કામ કરી રહેલ સાથી કર્મચારીએ 16 વર્ષીય કિશોરીને લિંબાયતના કપલ બોક્સ લઈ જઈ ઘેનયુક્ત કોફી પીવડાવી કપલ બોક્સમાં દુષ્કર્મ આચર્યું હતું. જોકે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર લિંબાયતની 16 વર્ષીય પીડિતા પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાની ફેક્ટરીમાં કામ કરે છે અને તેની સાથે નિખિલ નામનો યુવક પણ નોકરી કરતો હતો. 3 જાન્યુઆરીના રોજ સગીરા કામ પર ગઈ હતી. ત્યારે નિખિલે એવું કહ્યું હતું કે, આ બધા લોકો કોફી પીવા જાય છેએટલે આપણે પણ જઈએ. પહેલાં તો પીડિતાએ સાથે જવાની ના પાડી હતી પરંતુ નિખિલે તેને કોફી પીવા જવા માટે પ્રેશર કરતાં સગીરા તૈયાર થઈ ગઈ હતી.

ત્યારબાદ લિંબાયત કેફેમાં યુવકે સગીરાને ઘેનયુક્ત કોફી પીવડાવી તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. માત્ર આટલું જ નહીં યુવકની મદદ માટે સાથે કામ કરી રહેલા અન્ય યુવક- યુવતીઓ પણ કપલ બોક્સ સુધી સાથે આવ્યા હતાં. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ એક કાફેમાં ગયા હતા ત્યાંથી નિખિલના બંને સાથી કર્મચારીઓ ત્યાંથી બીજી જગ્યાએ ગયા અને ત્યારબાદ નિખિલે પીડિતાને કોફી પીવડાવી હતી. મળતી માહિતી અનુસાર, યુવકે કોફીમાં ઘેનવાળો પદાર્થ ભેળવીને પીવડાવી હોવાથી પીડિતા બેભાન થઈ જવા પામી હતી. ત્યારે નિખિલે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા ભાનમાં આવતા તેને ખબર પડી ગઈ હતી કે તેની સાથે શું થયું છે. ત્યારબાદ આ સમગ્ર હકીકત તેણે તેની માતાને કહી હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સગીરાએ હેવાન નિખિલ સહાની સામે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે હેવાન નિખીલની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *