લે તને 100 રુપિયા આપું કહીને બાળકીને લલચાવીને લઇ ગયો નાળામાં અને પીંખી નાખી અને પછી…

કોરોનાવાયરસના આ સંકટ દરમિયાન માણસાઈને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના રાજગઢ થાના ક્ષેત્ર અંતર્ગત હિરણ ખેરડી ગામમાં નવ વર્ષની બાળકી સાથે કથિત રીતે…

કોરોનાવાયરસના આ સંકટ દરમિયાન માણસાઈને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના રાજગઢ થાના ક્ષેત્ર અંતર્ગત હિરણ ખેરડી ગામમાં નવ વર્ષની બાળકી સાથે કથિત રીતે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને પાડોશમાં રહેતા એક 23 વર્ષિય યુવકે અંજામ આપ્યો છે. પોલીસે કેસ નોંધી આરોપીને પકડી લીધો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ગામના જ ત્રેવીસ વર્ષના યુવકે બાળકી સાથે દુષ્કર્મ કર્યું. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અંતર્ગત ધારા 376 અંતર્ગત મામલો નોંધી લીધો છે. પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક ડીપી લોહિયાએ જણાવ્યું કે નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપમાં ઇન્દ્રસિંહ ભવર નામના યુવકને ગિરફતાર કરવામાં આવ્યો છે.

બાળકી સાથે દુષ્કર્મ

પોલીસનું કહેવું છે કે બાળકી જ્યારે ખેતરથી પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે આરોપીએ તેણે સો રૂપિયા આપી લાલચ દઈ સાથે ચાલવા માટે કહ્યું. પરંતુ બાળકીએ ના પાડી દીધી.પછી યુવક બાળકીનું મોઢું દબાવી તેને જબરદસ્તી ખેંચી નજીક આવેલા નાળામાં લઇ ગયો, જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું.

પોલીસે આરોપીને ગિરફ્તાર કર્યો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ડરી ગયેલી બાળકીએ આ ઘટનાની જાણકારી માતા પિતાને આપી. ત્યાર બાદ પરિજનોએ લગભગ રાતના નવ વાગે રાજગઢ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી. બાળકીનું મેડિકલ ટેસ્ટ કર્યા બાદ કેસ નોંધવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *