ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે સાથી વિદ્યાર્થીઓ અને તેના જ મિત્રોએ કર્યું એવું કે હૈયુ હલી જશે

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક સગીર વિદ્યાર્થીએ તેના જ ક્લાસના વિદ્યાર્થી અને તેના મિત્રો પર ગેંગરેપ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં યુવતીની માતાએ પોલીસમાં ફરિયાદ…

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક સગીર વિદ્યાર્થીએ તેના જ ક્લાસના વિદ્યાર્થી અને તેના મિત્રો પર ગેંગરેપ કરવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં યુવતીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર 12 મા ધોરણમાં સાથે અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીઓએ જ ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. આ પછી, અશ્લીલ વીડિયો પણ બનાવવામાં આવ્યા હતા અને ત્રણેય વિદ્યાર્થીઓએ વીડિયો શેર કરવાની ધમકી આપીને પીડિતાને બાઇક પર બેસાડી લીધી હતી.

અહીંનો કેસ સહારનપુર પોલીસ સ્ટેશનના સદર બજાર વિસ્તારનો છે. જ્યાં 12 માં ભણતી એક સગીર વિદ્યાર્થીએ તેના ક્લાસના વિદ્યાર્થી અને તેના મિત્રો પર ઈન્દિરા કોલોની લઈ જઈ ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. પીડિતાનું કહેવું છે કે તેની સાથે અભ્યાસ કરતા તેના એક ક્લાસના વિદ્યાર્થી પાસે  તેના કેટલાક ફોટા છે. સોમવારે, જ્યારે તેણી તેના બહેનપણીના ઘરે જઈ રહી હતી, ત્યારે તે રસ્તામાં બે છોકરાઓ મળ્યા અને તેણે તે ફોટા બતાવી તેને બ્લેકમેઇલ કરી.

12 માં ધોરણની વિદ્યાર્થીની સાથે ગેંગરેપ
વિદ્યાર્થીનીનું કહેવું છે કે તે છોકરાઓએ તેને તેની સાથે જવા કહ્યું અને તે ડરીને તેમની સાથે ચાલી ગઈ. તેઓ તેને બીજી કોલોનીના એક મકાનમાં લઈ ગયા. જ્યાં તેનો એક ક્લાસમેટ પહેલેથી હાજર હતો. તેણે ત્યાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે કેસ નોંધીને પીડિત વિદ્યાર્થીનીને તબીબી સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપી હતી.

પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી
આ મામલે, સહારનપુરના એસપી સિટી વિનીત ભટનાગરએ જણાવ્યું હતું કે, આજે એક વિદ્યાર્થીની માતા તરફથી ફરિયાદ કરવામાં આવી છે કે તેની સગીર પુત્રી સાથે કેટલાક છોકરાઓએ ગેંગરેપ કર્યો છે. સંબંધિત કેસમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *