Mirzapur The Film Teaser: ભારતની ખૂબ પ્રખ્યાત વેબ સિરીઝ મિરઝાપુર ફરી એક વખત ભૌકાલ મચાવવા આવી રહી છે. પરંતુ આ વખતે એક નવો ટ્વિસ્ટ છે કેમકે ભૌકાલ તો મોટો હશે જ તેની સાથે સાથે પડદો પણ મોટો થવાનો છે. જી હા મિરઝાપુર સીઝન 3 બાદ મેકરશે આ આખી વેબ સિરીઝને (Mirzapur The Film Teaser) ફિલ્મ તરીકે રજૂ કરવાનું એલાન કરી દીધું છે. હાલમાં જ ફરહાન અખતરે એક ખાસ વીડીયો શેર કરી લોકોને ખુશખબરી આપી. આ જાહેરાતના વીડિયોમાં કાલીન ભૈયા, મુન્ના વૈયા અને ગુડ્ડુ પંડિત એક સાથે જોવા મળી રહ્યા છે. આ વિડીયો પોસ્ટ કરતા ટેપશનમાં લખ્યું છે કે હવે ભૌકાલ પણ મોટો હશે અને પડદો પણ.
વેપ સીરીઝ મિરઝાપુરના બે સિઝન ને જનતાનો સારો પ્રતિસાદ મળ્યો છે. જોકે ત્રીજો ભાગ લોકોને કંઈ ખાસ આકર્ષી શક્યો નથી. તેનું કારણ હતું સિરીઝમાં કરવામાં આવેલા ફેરફારો જેની લોકોને આશા ન હતી. એવામાં જનતાનું મન સાચવવા માટે પ્રોડ્યુસરે એક બોનસ એપિસોડ પણ બનાવ્યો હતો પરંતુ મુન્ના ભૈયા ને જોવાનું આ સપનું દગા જેવું લાગ્યું. હવે આ સિરીઝ ફિલ્મના રૂપમાં થિયેટરમાં લાવવામાં આવશે. જે વર્ષ 2026 માં રિલીઝ થશે.
Ab bhaukaal bhi bada hoga, aur parda bhi. #MirzapurTheFilm, coming soon.@TripathiiPankaj #AliFazal @divyenndu @nowitsabhi @gurmmeet #PuneetKrishna @ritesh_sid @J10kassim @vishalrr #AbbasKhan @excelmovies @PrimeVideoIN pic.twitter.com/eWMuCvwSDb
— Farhan Akhtar (@FarOutAkhtar) October 28, 2024
મોટા પડદા પર ભૌકાલ મચાવવા આવી રહ્યું છે મિરઝાપુર
આ વીડિયોની શરૂઆત થાય છે કાલીન ભૈયા પંકજ ત્રિપાઠીના અવાજ સાથે. તેઓ કહે છે ગદ્દી કા મહત્વ તો આપ જાનતે હૈ સન્માન, પાવર કન્ટ્રોલ. આપને ભી મિરઝાપુર અપની અપની ગદ્દી પર બેઠકર દેખી હોગી. પર ઇસ બાર ગદીસે નહીં ઉઠે તો રિસ્ક હે. પછી હાથમાં બંદૂક પકડી ગુડ્ડુ પંડિત ની એન્ટ્રી થાય છે.
તે કહે છે કે સહી બોલે કાલીન ભૈયા. રિસ્ક લેના હમારી યુએસપી હૈ, અબ જો હે ઉસને સારા ફેલ બદલ દિયા હૈ. તો ક્યાં હૈ કી મિરઝાપુર આપકે પાસ નહીં આયેગા અબ મીરજાપુર કે પાસ આના પડેગા. કુલ મળીને બંને દર્શકોને જણાવી રહ્યા છે કે મિર્ઝાપુર ફિલ્મ આવી રહી છે જેના માટે લોકોએ થિયેટરમાં આવવું પડશે.
જે પાત્ર વિના સીઝન 3 અધૂરી રહી ગઈ હતી તે ન હોય તો કેવી રીતે ચાલે? છેલ્લે મુન્ના ભૈયા પણ આવે છે. જેવા તે કહે છે કે હિન્દી ફિલ્મ કે હીરો હે હમ. ઓર હિન્દી ફિલ્મ તો થિયેટર મે હી દેખી જાતી હૈ. બોલે તેના હમ અમર હૈ. પર અબ મિરઝાપુર કી ગદ્દી મે યહી સે બાત કર રાજ હોગા. ત્યારબાદ કમ્પાઉન્ડ પણ આવે છે. છેલ્લે સ્ક્રીન સામે મુન્ના ભૈયા, કાલીન ભૈયા અને ગુડ્ડુ પંડિત ભૌકાલ મચાવતા દેખાઈ રહ્યા છે. આ ફિલ્મ 2026 માં રિલીઝ થનારી છે. લોકોને આ ફિલ્મને લઈ ખૂબ આશાઓ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App