મિથુન ચક્રવર્તીની પત્ની અને પુત્ર મહાક્ષય સામે બળાત્કાર અને બળજબરીથી ગર્ભપાતનો આરોપ

Published on: 1:57 pm, Sat, 17 October 20

બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ની પત્ની યોગિતા બાલી અને પુત્ર મહાક્ષય ચક્રવર્તી (Mahaakshay Chakraborty) ઉર્ફે મેમો પર બળાત્કાર (Rape), છેતરપિંડી અને બળજબરીથી ગર્ભપાત માટે મુંબઇના ઓશીવારા પોલીસ સ્ટેશનમાં કેસ કરવામાં આવ્યો છે. પીડિતાએ પોલીસ સમક્ષ લખેલી લેખિત ફરિયાદ મુજબ, ‘પીડિત અને અભિનેતા મિથુન ચક્રવર્તીનો પુત્ર મહાક્ષય ઉર્ફે મેમો 2015 થી સંબંધમાં હતા. આ દરમિયાન મહાક્ષ્યાએ પીડિતા સાથે લગ્નનો ઢોંગ કરીને પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

પીડિતાએ પોલીસ સમક્ષ કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘2015 માં મહાક્ષયે પીડિતાને ઘરે બોલાવીને સોફ્ટ ડ્રિંક પીવડાવી હતી, અને આ દરમિયાન મહાક્ષયે પીડિતા સાથે કોઈ પણ સંમતિ વિના શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બાદમાં લગ્ન કરવા માટે પણ જણાવ્યું હતું. મહાક્ષય ઉર્ફે મેમો 4 વર્ષ સુધી પીડિતા સાથે શારીરિક સંબંધ રાખતો રહ્યો અને તેને શારિરીક, માનસિક ત્રાસ આપતો હતો.

પીડિતાના કહેવા પ્રમાણે, જ્યારે તેણી આ સંબંધને લીધે ગર્ભવતી થઈ, ત્યારે મહાક્ષય ઉર્ફે મેમોએ તેના પર ગર્ભપાત માટે દબાણ કર્યું અને જ્યારે તેણી રાજી ન થઈ, ત્યારે તેણે તેને થોડીક ગોળીઓ આપીને તેનો ગર્ભપાત કરી દીધો. પીડિતાના કહેવા પ્રમાણે, તે જાણતી નહોતી કે તેને આપવામાં આવતી ગોળીઓ ગર્ભપાત તરફ દોરી શકે છે. પીડિતાનું કહેવું છે કે, ‘મહાક્ષયની માતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીની પત્નીએ પીડિતાની ફરિયાદ બાદ પીડિતાને ધમકી આપી હતી અને કેસનો બચાવ કરવા દબાણ પણ કર્યું હતું.

પીડિતાએ અગાઉ આ કેસમાં એફઆઈઆર નોંધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે પોલીસે કેસ નોંધ્યો ન હતો. આ સમય દરમિયાન પીડિતા દિલ્હી શિફ્ટ થઈ હતી જ્યાં તેણે દિલ્હીની રોહિણી કોર્ટમાં એફઆઈઆર નોંધાવવા અપીલ કરી હતી. જેના પ્રથમ બનાવના પુરાવાના આધારે કોર્ટે આ કેસમાં એફઆઈઆર નોંધીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જેના આધારે ગુરુવારે મુંબઇના ઓશીવારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle