સુરતથી ભાગીને નીતિન દેશમુખ ભાગ્યા નાગપુર: કહ્યું – “હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક હતો, શિવસેનામાં જ રહીશ”

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેના(Shiv Sena)ના ધારાસભ્ય નીતિન દેશમુખ(Nitin Deshmukh) સુરત(Surat)ની હોટલથી નાગપુર(Nagpur) ભાગી ગયા છે. નાગપુર પહોંચ્યા બાદ ધારાસભ્ય દેશમુખે કહ્યું કે, 20 થી…

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેના(Shiv Sena)ના ધારાસભ્ય નીતિન દેશમુખ(Nitin Deshmukh) સુરત(Surat)ની હોટલથી નાગપુર(Nagpur) ભાગી ગયા છે. નાગપુર પહોંચ્યા બાદ ધારાસભ્ય દેશમુખે કહ્યું કે, 20 થી 25 લોકોએ મને હોસ્પિટલ(Hospital) લઈ ગયા બાદ બળજબરીથી ઈન્જેક્શન લગાવ્યા. તે ઇન્જેક્શન શું હતા, મને ખબર નથી. તેણે આગળ કહ્યું – મને બેભાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના કારણે હું કંઈ સમજી શકતો નથી. હું ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)નો શિવસૈનિક હતો, શિવસેનામાં રહીશ.

સુરતના સ્થાનિક શિવસેના નેતા પરેશ ખેરે મીડિયાને જણાવ્યું હતું કે, નીતિન દેશમુખ હોટલમાંથી બહાર આવ્યા, જ્યાં તેમણે મુંબઈ જવા માટે અમારી પાસે મદદ માંગી. અમે પહોંચ્યા ત્યાં સુધીમાં પોલીસ તેમને પકડીને હોટેલમાં લઈ જતી હતી. અમે પણ તેની પાછળ ગયા, પરંતુ અમને હોટલની બહાર રોકી દેવામાં આવ્યા.

શિવસેનાએ દાવો કર્યો છે કે, જ્યારે નીતિન મુંબઈ જવાને લઈને હોટલમાં હંગામો મચાવી રહ્યો હતો ત્યારે પોલીસ અધિકારીઓએ તેને માર માર્યો હતો. બીજી તરફ હોટલમાં હંગામા દરમિયાન સ્થાનિક પોલીસ અધિકારી અને ધારાસભ્ય વચ્ચે ઝપાઝપી થઈ હતી, ત્યારબાદ નીતિનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે, નીતિન દેશમુખને સુરતની એક હોટલમાં હાર્ટ એટેક આવ્યો છે, પરંતુ ભાજપના લોકો તેમને બંધક બનાવી રહ્યા છે. રાઉતે વધુમાં કહ્યું- તેમના 9 ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસ આ મામલે સંપૂર્ણ તપાસ કરશે. 9 ધારાસભ્યો મુંબઈ પાછા આવવા માગે છે, પરંતુ તેમને પાછા આવવા દેવાયા નથી.

અહીં મંગળવારે નીતિન દેશમુખની પત્ની પ્રાંજલિએ અકોલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. પ્રાંજલિએ ફરિયાદમાં કહ્યું- તેનો પતિ મંગળવારે સવારે અકોલા સ્થિત તેના ઘરે આવવાનો હતો. પરંતુ, સોમવાર સાંજથી તેનો ફોન રિસીવ નથી થઈ રહ્યો. મારા પતિ ગુમ થઈ ગયા છે અને તેમનો જીવ જોખમમાં છે.

રાજકીય ઉથલપાથલના બીજા દિવસે એકનાથ શિંદે સહિત 40 બળવાખોર ધારાસભ્યો વિશેષ ફ્લાઇટ દ્વારા ગુવાહાટી પહોંચ્યા. ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટની બહાર ત્રણ બસો દ્વારા તેને હોટેલમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પોતે તેની દેખરેખ રાખી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *