ફરી એજ તેવર સાથે ‘મેં ઝુકેગા નહીં…’ જામીન મળતા જ પુષ્પા સ્ટાઇલમાં જુઓ શું બોલ્યા જીગ્નેશ મેવાણી ?

આસામ(Assam)ના કોકરાઝાર(Kokrajhar)ના સ્થાનિક બીજેપી(BJP) નેતાએ તેમની સામે ફરિયાદ દાખલ થયા બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી(Jignesh Mevani)ની ગુરૂવારે ગુજરાત(Gujarat)ના પાલનપુર(Palanpur)થી આસામ પોલીસની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી…

આસામ(Assam)ના કોકરાઝાર(Kokrajhar)ના સ્થાનિક બીજેપી(BJP) નેતાએ તેમની સામે ફરિયાદ દાખલ થયા બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી(Jignesh Mevani)ની ગુરૂવારે ગુજરાત(Gujarat)ના પાલનપુર(Palanpur)થી આસામ પોલીસની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જીગ્નેશ મેવાણીને સોશિયલ મીડિયા પર પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ જામીન મળ્યા પછી તરત જ ધારાસભ્યની મહિલા પોલીસ અધિકારી સાથે કથિત રીતે ગેરવર્તણૂક કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ગઈકાલે (29 એપ્રિલ) મેવાણીને તે કેસમાં જામીન આપવામાં આવ્યા હતા. ધરપકડ દરમિયાન અને જામીન મળવાના સમયે પણ મેવાણીએ સાઉથ ફિલ્મ પુષ્પાના એક ડાયલોગ પર વાત કરતા કહ્યું હતું કે, “મે ઝુકેગા નહીં” તેણે પુષ્પા સ્ટાઈલમાં પોતાનો અંદાજ બતાવ્યો હતો.

જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે. આજે નહીં તો કાલે પણ મને જામીન મળવાના જ હતા. નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા સામે કોઈ કાર્યવાહી નથી થઈ, ફક્ત એક ટ્વીટ કરવા બદલ મારી ધરપકડ કરવામાં આવી.

જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, આસામની જેલમાં લાવીને શું સંદેશ આપવા માંગે છે. મહિલાને આગળ ધરવી એ કાયરતા છે. આસામના કર્મચારી સાથે અભદ્ર વર્તન કરીને મને શું મળશે? કેસ ગુજરાતમાંથી આસામમાં કેમ ખસેડવામાં આવ્યો? મારા જુસ્સાને તોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. હું આજે પણ લડ્યો છું, કાલે પણ લડીશ. ખાસ વાત એ છે કે, જીગ્નેશ મેવાણી આ પહેલા પુષ્પા સ્ટાઈલ અંદાજમાં જોવા મળ્યા છે.

જાણો કેમ કરાઈ હતી જિગ્નેશ મેવાણીની ધરપકડ?
PM મોદી પર ટ્વિટ કરવાના કેસમાં ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી. અસમ પોલીસ દ્વારા જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી હતી. ટ્વિટમાં જીગ્નેશ મેવાણીએ દાવો કર્યો કે PM નરેન્દ્ર મોદી ‘ગોડસેને ભગવાન માને છે’. કોકરાઝાર પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવી હતી. ટ્વિટ કેસમાં જામીન મુક્ત થયા બાદ ફરી ધરપકડ કરવામાં આવી હતી. જીગ્નેશ મેવાણીની મહિલા પોલીસકર્મી પર હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી અને જે તેને કોકરાઝાર લાવવાની ટીમનો ભાગ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *