વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાની ગ્રાન્ટમાથી 1 કરોડના ખર્ચે ઓક્સિજન રિફીલિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

રાજ્યમાં કોરોના કહેર વચ્ચે ઓક્સિજન અછત ને લઈ અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે આગામી આવી રહેલી ત્રીજી લહેરને ધ્યાને લઇ એક કરોડના ખર્ચે…

રાજ્યમાં કોરોના કહેર વચ્ચે ઓક્સિજન અછત ને લઈ અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે આગામી આવી રહેલી ત્રીજી લહેરને ધ્યાને લઇ એક કરોડના ખર્ચે વડગામ ના મત વિસ્તારમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ પોતાના મત વિસ્તારમાં સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટનું આજે છાપી પી.એચ.સી કેન્દ્રમાં લોકાર્પણ કર્યું જેમાં સર્વસમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઓક્સિજન માટે અનેક લોકોએ હોસ્પિટલમાં વલખાં માર્યા હતા. ત્યારે કોરોનાની ત્રીજી લહેરની પણ શક્યતા સેવાઈ રહી છે. ત્યારે આજે વડગામ તાલુકાના છાપી પીએચસી ખાતે 13 કે.એલ.ની ક્ષમતા સાથેના ઓક્સિજન રિફીલિંગ પ્લાન્ટનું લોકાર્પણ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અનેક સમાજના આગેવાનોની ઉપસ્થિતમાં કર્યુ હતુ. જેમાં આ પ્લાન્ટ થકી દરરોજ 750 થી 800 સિલિન્ડર રિફિલ થશે. જેના કારણે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વડગામ સહિત જિલ્લાને સરળતાથી ઓક્સિજન મળી રહેશે.

વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, કોરોના એ દેશ અને દુનિયામાં ઉત્પાત મચાવ્યો છે વૈશ્વિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગુજરાત અને દેશમાં આપણે લગભગ 40 થી 45 લાખ લોકોના જીવ ગુમાવ્યા એમ એક મહત્વનું પરિબળ એ હતું કે ઓક્સિજ ઉપલબ્ધ ન હતો એક બાજુ દેશ સરકાર એવું કહે છે કે એક પણ વ્યક્તિનું ઓક્સિજ ના અભાવે કોરોનામાં મૃત્યુ થયું નથી જ્યારે દોડ મહિનો કોરોનાની બીજી લહેરમાં આપ સૌ નાગરિકોને અનુભવ થયો છે કે ઓક્સિજનની એક બોટલ માટે ભારત નો એક એક નાગરિક તરસ તો હતો.

આ પરિસ્થિતિ જોઈ મત વિસ્તાર વડગામ છાપી પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં મારી ગ્રાન્ટ માંથી એક કરોડ ખર્ચે ગુજરાતના સૌથી મોટા ઓક્સિજ પ્લાટનું લોકાર્પણ સર્વધર્મ સંભાવની ભાવના સાથે સર્વ સમાજના આગેવાનો ની ઉપસ્થિત માં રોજ 750 થી 800 રિફિલ કરવાની કેપેસિટી વાળો રોજ 250 થી 300 દર્દીઓને દરરોજ મળી રહે એક ભવ્ય ઓક્સિજ પ્લાન્ટ ને વડગામ બનાસકાંઠા ગુજરાત ની જનતા ને હું અર્પણ કરું છું.

એક અપક્ષ ધારાસભ્ય તરીકે હું કરી શકું તો વિજય રૂપાણી સાહેબ ને હાથ જોડી ને વિનંતી કરું છું દરેક જિલ્લામાં દરેક તાલુકામાં આપ પણ આ પ્લાન્ટ સ્થાપી આવનારી કોરોનાની ત્રીજી લહેર ને ઓક્સિજનની અછત ન સર્જાય તેવું જાહેર મંચ પર હું કહું છુ . હવે હું ત્રણ મુદ્દા પર કાર્ય કરીશ આરોગ્ય, શિક્ષણ અને રોજગારી. કાર્યક્રમમાં આરોગ્ય સ્ટાફ, સફાઈ કર્મચારી, પોલીસ, સંગઠનના કાર્યકર્તા અને દરેક કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમની યાદમાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *