નવા કેપ્ટન અને નવી ટીમ સાથે શરુ થશે ગુજરાતનું રાજકરણ, જાણો કોણ બન્યું કેબીનેટ મંત્રી- જુઓ સંપૂર્ણ લીસ્ટ

ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી રાજકારણ(Politics)ને લઈને મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી(CM)ની નિમણુક થયા બાદ હવે આજે નવા મંત્રીઓની પણ…

ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી રાજકારણ(Politics)ને લઈને મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી(CM)ની નિમણુક થયા બાદ હવે આજે નવા મંત્રીઓની પણ શપથવિધિ પૂરી થઇ ગઈ છે. રાજ્યનાં નવા કેપ્ટન ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની ટીમમાં આજે તમામ નવા ખેલાડીઓ સામેલ થઈ ગયા છે.

આજે સવારથી જ કેટલાય ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ ગયા હતા જેમા તેમને જણાવવામાં આવ્યું કે, તમે નવા મંત્રીમંડળના મંત્રી બની રહ્યા છો. સવારથી જ કેટલાક મંત્રીઓના નામો સામે આવી રહ્યા હતા અને ભાજપના અમુક ધારાસભ્યોના જીવ પણ અદ્ધરતાલ હતા. ત્યારે હવે આખરે તમામ સસ્પેન્સ પરથી પડદો ઊઠી ગયો છે.

ગુજરાતનાં નવા કેબિનેટ મંત્રીઓના નામ આ પ્રમાણે છે : 
રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમાર, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, લિંબડીના ધારાસભ્ય કિરિટસિંહ રાણાં, પારડીના ધારાસભ્ય કનુ દેસાઇ.

રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો):
મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા.

રાજ્યકક્ષાનાં મંત્રી:
સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, મોરવાહડફના ધારાસભ્ય નિમિષા સુથાર, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, કાંકરેજના ધારાસભ્ય કિર્તી સિંહ વાઘેલા, કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ મલમ, પ્રાંતીજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર,મહુવાના ધારાસભ્ય આર.સી મકવાણા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *