કોંગ્રેસની આ યોજનાની PM મોદીએ સંસદમાં મઝાક ઉડાવી હતી એજ અત્યારે દેશની જીવાદોરી બની

લોકસભામાં અને પોતાના ભાષણોમાં એક સમયે કોંગ્રેસ સરકારની શરુ કરાયેલી મહાત્મા ગાંધી નેશનલ રોજગાર સ્કીમ નો વિરોધ કરનાર પ્રધાન મંત્રી મોદીએ ગરીબ અને ગામડાના લોકો…

લોકસભામાં અને પોતાના ભાષણોમાં એક સમયે કોંગ્રેસ સરકારની શરુ કરાયેલી મહાત્મા ગાંધી નેશનલ રોજગાર સ્કીમ નો વિરોધ કરનાર પ્રધાન મંત્રી મોદીએ ગરીબ અને ગામડાના લોકો માટે મહતવપૂર્ણ યોજનાને કોંગ્રેસની નિષ્ફળતા ગણાવી હતી. ત્યારે હવે આ જ યોજનાથી દેશના લાખો લોકો આજે રોજગાર મેળવી રહ્યા હોવાની વાત સામે આવતા પોતાના વાક્યો પર પ્રધાનમંત્રી મોદીએ ફેરવિચાર કરવાનું થઇ રહ્યું છે.

ગુજરાતના માહિતી વિભાગે મુકેલા અમુક વિડીયોમાં ગુજરાતના યુવાનો રોજગારી મેળવીને કમાણી મેળવી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે. જે એક સારી વાત છે. ભૂતકાળમાં લોકોના લાભ માટે બનેલી યોજનાઓનો પુરજોશ વિરોધ કરનાર ભાજપના નેતાઓને હવે શરમથી માથું જુકાવીને આ યોજનાઓ જ કામગાર છે તેવું સત્ય સહન કરવું પડી રહ્યું હોય તેવો ઘટ સર્જાયો છે.

PM મોદીએ સંસદમાં પોતાના ભાષણમાં આ યોજના વિશે એકવાર કહ્યું હતું કે, ‘મનરેગા એ તમારી નિષ્ફળતાઓનું એક જીવંત ઉદાહરણ છે,’ PM મોદીએ કોંગ્રેસ પર વ્યંગ કરતા કહ્યું હતું કે. આઝાદીના 60 વર્ષ પછી પણ કોંગ્રેસે લોકોને ખાડા ખોદવા મોકલવા પડ્યા હતા.

આ પણ વાંચો:

PM મોદીનો યુ ટર્ન: એક સમયે કોંગ્રેસની ગરીબો માટેની યોજનાનો વિરોધ કર્યો હતો, તેના માટે આપ્યા 40હજાર કરોડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *