સુરતના આ વ્યક્તિના પેન્ટમાંથી નીકળ્યો ધુમાડો, જુઓ વિડીયો

તમારા ખિસ્સામાં રહેલો મોબાઈલ તમારા ઘણા કામો ચપટી વગાડતામાં કરી નાંખે છે. પણ આ મોબાઈલ ક્યારેક તમારા માટે જોખમકારક પણ સાબિત થઇ શકે છે. કારણે કે, તમારા ખિસ્સામાં…

તમારા ખિસ્સામાં રહેલો મોબાઈલ તમારા ઘણા કામો ચપટી વગાડતામાં કરી નાંખે છે. પણ આ મોબાઈલ ક્યારેક તમારા માટે જોખમકારક પણ સાબિત થઇ શકે છે. કારણે કે, તમારા ખિસ્સામાં કે, ચાર્જીંગમાં મુકેલો મોબાઈલ ક્યારેક જીવતા બોમ્બની જેમ બ્લાસ્ટ થઈને તમને નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે આજે આવો જ એક કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. એક વ્યક્તિ ફરસાણની દુકાનમાં ખરીદી કરવા ગયો હતો, ત્યારે તેના ખિસ્સામાં રહેલા મોબાઈલમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનમાં એક ગ્રાહક ખરીદી કરી રહ્યો હતો. ત્યારે તેના ખિસ્સામાં રહેલો મોબાઈલ અચાનક બ્લાસ્ટ થયો હતો. ખિસ્સામાંથી ધુમાડા નીકળતા ગ્રાહકે પોતાનું પેન્ટ દુકાનમાં જ ઉતારી દીધું અને ખિસ્સામાંથી મોબાઈલને બહાર કાઢીને દૂર ફેંકી દીધો હતો. ત્યારબાદ ગ્રાહકે પેન્ટમાં લાગેલી આગને હોલવીને પેન્ટ ફરીથી પહેરી લીધું હતું. આ ઘટના બનવાના કારણે દુકાન અને તેની આસપાસ રહેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

થોડા દિવસો પહેલા આ પ્રકારનો બનાવ પોરબંદરના માધાપુર ગામના એક યુવક સાથે બન્યો હતો. યુવાન બપોરના સમયે પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે તેણે પોતાનો MI કંપનીનો મોબાઈલ તેના પેન્ટના જમણી સાઈડના ખિસ્સામાં રાખ્યો હતો. ત્યારે એકાએક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે યુવક પગના ભાગે દાઝ્યો હતો. યુવક ખિસ્સામાંથી મોબાઈક કાઢવા જતા તેને હાથના ભાગે પણ થોડી ઈજા થવા પામી હતી. આ ઘટનાને પગલે લોકો એકઠાં થઈ ગયા હતા અને યુવકને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *