મહિલા ગ્રાહક બનીને આવી અને કીમતી મોબાઈલ ચોરીને રફુચક્કર: ચોરીની ઘટના CCTV માં કેદ

સુરતમાં હાલ દિવાળીની ખરીદીનો માહોલ છે ત્યારે દુકાનોમાં આવતા ગ્રાહકોમાં અમુક ચોર બનીને પણ આવી જતા હોય છે તેવી એક ઘટના cctvમાં કેદ થતા ચકચાર મચી છે. વરાછા વિસ્તારમાં કુર્તી ઝોન નામની લેડીઝ કુર્તીની દુકાનમાં ખુશ્બુ બેન નોકરી કરે છે. તે વખતે સાંજના આશરે છ એક વાગ્યે ખુશ્બુ ઈશ્વરભાઈ લાભુભાઈ ગોહેલ અને તથા તેમની સાથે નોકરી કરતા દષ્ટ્રીબેન શો રૂમમાં ગાડલા પર બેસેલ હતા એન તે વખતે બે મહિલા ગ્રાહક ખરીદી કરવા આવતા ફરિશ્રી. ઉભી થઈ કાઉન્ટર પર આવેલ અને ત્યારબાદ તે બે મહિલાઓને દષ્ટ્રીબેને કુર્તીઓ દેખાડતા હતા.

થોડીવાર કુર્તીઓ જોઈ બન્ને મહિલા કંઈ પણ ખરીદી કર્યા વગર જતી રહેલ ત્યારબાદ સાતેક વાગ્યે ખુશ્બુ ઈશ્વરભાઈ લાભુભાઈ ગોહેલને મોબાઈલ ફોનની જરૂર પડતા ખુશ્બુ ઈશ્વરભાઈ લાભુભાઈ ગોહેલને તેમનો મોબાઈલ ફોન કાઉન્ટર ટેબલ પર શોધખોળ કરેલ પરંતુ મળી આવેલ નહી.

જેથી ખુશ્બુ એ શો રૂમમાં લગાવેલ સી.સી.ટી.વી કેમેરાની ફુટેજ ચેક કરતા સાંજના છ એક વાગ્યે બે અજાણી મહિલા ગ્રાહક કુર્તી ખરીદી કરવા માટે આવેલ તે વખતે ખુશ્બુ ઉભી થઈ કાઉન્ટર પર ગયેલ ત્યારે ખુશ્બુ મોબાઈલ ફોન ગાદલા પર ભુલી ગયેલ હતી અને તે બે અજાણી મહિલા ખરીદી આવેલ હતી તેમાથી એક લીલા કલરનું કુર્તી તથા લાલ કલરની સલવાર પેહેરેલ મહિલાએ ખુશ્બુના મોબાઈલ ફોન પર તેનો દુપટ્ટો નાખી નજર ચુકવી ખુશ્બુ નો મોબાઈલ ફોન ચોરી કરતી દેખાય છે જેથી અત્રે વખતે એકઅજાણી મહિલા ગ્રાહક જેની ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષની કુર્તીના શો રૂમમાંથી મોબાઈલ ફોન ચોરી કરી લઈ ગયેલ.

જુઓ લાઈવ દ્રશ્યો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Advertisements
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...