એક્ટ્રેસ સાથે ભીડભાડમાં કરી છેડતી, અને લોકોએ બનાવ્યો વિડીયો

Published on Trishul News at 7:05 PM, Wed, 18 December 2019

Last modified on December 18th, 2019 at 7:31 PM

મુંબઈ થી ભોપાલ આવેલી બે એક્ટ્રેસ સાથે છેડતી અને ભીડભાડમાં મારામારીની ઘટના સામે આવી છે. આ ખબર આવતા સનસની મચી ગઈ છે. ખુબ મોટી ભીડમાં એક્ટ્રેસ સાથે છેડતીની ઘટના સામે આવતા ત્યાના પોલીસ અધિકારીએ અજાણ લોકોની ધરપકડ કરી છે. અને તેમની સામે FIR દર્જ કરી છે.

મળેલી માહિતી મુજબ, બંને મોડલ્સ તેના મિત્રની બર્થડે પાર્ટીથી પાછા ફરી રહ્યા હતા. ત્યારબાદ તે નાદરા બસ સ્ટેન્ડ પાસેની એક રેસ્ટોરન્ટમાં ખાવા પહોચ્યા હતા. પછી કેટલાક લુખ્ખાતત્વો ત્યાં ભેગા થયા અને બંને છોકરીઓ પર અશ્લીલ ટિપ્પણીઓ કરી, અને તેમની સાથે આવેલા મોડેલો અને તેમના પુરૂષ સાથીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.

વિરોધ દરમિયાન આરોપી છોકરાઓએ પહેલા મોડલોના સાથીઓને માર માર્યો હતો અને જ્યારે મોડેલોએ વિરોધ કર્યો ત્યારે તેમને પણ માર મારવામાં આવ્યો હતો. મારપીટ દરમિયાન બધા લોકો બસ સ્ટેન્ડની પાછળની બાજુ ચાલ્યા ગયા અને ત્યાં તેમનો વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોડેલો પણ નશામાં હતા. આ છોકરીઓ મુંબઇમાં રહીને મોડેલિંગ કરે છે.

મળેલી માહિતી અનુસાર આ એક્ટ્રેસ કોણ હતી, તેનો કોઈ માહિતી મળી આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "એક્ટ્રેસ સાથે ભીડભાડમાં કરી છેડતી, અને લોકોએ બનાવ્યો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*