મોદી સરકારની મોટી જાહેરાત: આ યોજના હશે તો કોરોનાનો ઈલાજ મફત થશે, જાણી લો લાખો રૂપિયા બચી જશે

Modi government big announcement: Corona treatment will be free if there is a scheme, know that millions of rupees will be saved.

કોરોના વાયરસ સામે લડવા માટે દેશ તૈયાર છે.મોદી સરકાર તરફથી તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સરકારે આયુષ્માન ભારત યોજનામાં વાયરસ ના પેકેજને જોડવાનો નિર્ણય લીધો છે.તમામ લાભાર્થીઓને આયુષ્માન ભારતના હાલના માનદંડો અનુસાર શામેલ કરવામાં આવનાર છે.

જોવા જઈએ તો પાછલા કેટલાક દિવસોમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.દેશમાં અત્યાર સુધી દર્દીઓની સંખ્યા 511 થઈ ચૂકી છે જેમાં 10 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને 44 સાજા થઇ ચુક્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે કોરોના સામે લડવાનો એક જ ઉપાય છે-ટેસ્ટ, ટેસ્ટ, ટેસ્ટ.

પ્રાઇવેટ લેબોરેટરીમાં પણ થઈ રહી છે તપાસ

કોરોનાને ટેસ્ટ કરવા માટે હાલના સમયમાં 111 લેબોરેટરી કામ કરી રહી છે.સરકારે પ્રાઇવેટ લેબોરેટરી સાથે પણ હાથ મેળવ્યા છે, જેથી કોરોના વાયરસ સામે લડી શકાય.પરંતુ સવાલ ઊઠી રહ્યો હતો કે પ્રાઇવેટ લેબોરેટરીમાં ટેસ્ટ ખૂબ મોંઘો પડશે. જેનો ખર્ચ સામાન્ય માણસો નહી ઉઠાવી શકે. એવામાં સરકારે મોટું પગલું ભર્યું છે.

વાયરસને રોકવા માટે સરકારની પહેલ

મોદી સરકારે આયુષ્યમાન ભારત યોજનાનો વિસ્તાર વધારવાનો નિર્ણય કર્યો છે. આમાં હવે કોરોનાના ઇલાજને જોડવામાં આવી રહ્યો છે.માનવામાં આવી રહ્યું છે કે સરકાર પ્રાઇવેટ કંપનીઓ સાથે હાથ મેળવી લેબોરેટરીની સંખ્યા વધારે વધારી શકે છે. જેથી કોરોનાથી સંદિગ્ધ લોકોનો ઝડપથી ઇલાજ થઇ શકે અને આ બીમારીને ફેલાવાથી રોકી શકાય.

કોરોના વાયરસ સંબંધિત ભારતના લેટેસ્ટ આંકડા જાણવા માટે અહિયાં ક્લિક કરો

વિદેશથી આવેલ છે 14 લાખ લોકો, સતર્ક રહે જનતા

આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે આ વાયરસના ફેલાવા દરમિયાન દુનિયાના અલગ-અલગ ખૂણાઓમાં થી ૧૪ લાખ લોકો ભારત આવ્યા છે. આપણા કવારન્ટિન સેન્ટરમાં આઠ હજાર લોકો છે.આ જ કારણ છે કે અમે લોકોને અપીલ કરી રહ્યા છીએ કે તેઓ પોતાના ઘરે જ રહે અને બહાર ન નીકળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: