તહેવારની સીઝન પહેલાં મોદી સરકારે આપી મોટી ભેટ : જાણો શું છે તે ભેટ?

તહેવારોની સીઝન પહેલાં નાણા મંત્રાલયે સામાન્ય જનતા માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે ઓપન સેલ એલઇડી ટીવી પેનલ પર ઇમ્પોર્ટ ચાર્જ શૂન્ય કરી દીધો…

તહેવારોની સીઝન પહેલાં નાણા મંત્રાલયે સામાન્ય જનતા માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે ઓપન સેલ એલઇડી ટીવી પેનલ પર ઇમ્પોર્ટ ચાર્જ શૂન્ય કરી દીધો છે. પહેલા ઓપન સેલ એલઇડી ટીવી પેનલ પર પાંચ ટકા ઇમ્પોર્ટ ચાર્જ લાગતો હતો, જે હવે સરકારે હટાવી દીધો છે. સરકાર તરફથી આ અંગે નોટિફિકેશન જારી કરવામાં આવી છે.

ટીવી પ્રોડક્શન કૉસ્ટ ઘટશે

ઓપન સેલ એલઇડી ટીવી પેનલ ટીવી પ્રોડક્શનમાં સૌથી મહત્વનો પાર્ટ હોય છે. ટીવી પ્રોડક્શન કૉસ્ટમાં તેનો 65થી 70 ટકા હિસ્સો હોય છે. એટલે કે હવે ગ્રાહકોને સસ્તામાં ટીવી સેટ મળશે.

મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં મળશે મદદ

ભારતમા ટીવીનાં કુલ વેચાણના 60થી 65 ટકા ટીવી દેશમાં જ બનાવામાં આવે છે. તેના પ્રોડક્શન માટે કંપનીઓ એલઇડી ટીવી પેનલની આયાત કરે છે. આયાત માટે તેમને પાંચ ટકા આયાત ચાર્જ આપવો પડતો હતો પરંતુ હવે સરકાર દ્વારા આ ચાર્જીસ હટાવી દેવામાં આવ્યાં છે જેથી હવે ટીવી ખરીદવું સસ્તુ બની જશે. તેનાથી મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં મદદ મળશે.

સરકારે નોટિફિકેશનમાં કહ્યું કે, એલસીડી અને એલઇડી ટીવી માટે ઓપન સેલ પેનલ પર ઇમ્પોર્ટ ચાર્જીસને તત્કાલ પ્રભાવથી શૂન્ય કરવામાં આવ્યો છે. આ સાથે જ એલસીડી અને એલઇડી ટીવી પેનલ્સનાં ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા સામાન પર પહેલાની જેમ ચાર્જ નહી લાગે.

ટીવી પર આટલો GST વસૂલે છે સરકાર

32 ઇંચ સુધીના ટીવી પર સરકાર 18 ટકા GST લગાવે છે અને તેનાથી મોટા ટીવી પર સરકાર 28 ટકા ટેક્સ લગાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *