આખરે જે વિશ્વ ના કરી શક્યું તે મોદી સરકારે ગણતરીના કલાકોમાં ભારતમાં કરી બતાવ્યું, કોરોનાએ માની હાર

Published on Trishul News at 2:30 PM, Fri, 27 March 2020

Last modified on March 27th, 2020 at 4:26 PM

ગુજરાત રાજ્ય માટે કોરોના બાબતે એક મોટો મહત્ત્વના સમાચાર આવ્યા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડોક્ટર જયંતિ રવિના જણાવ્યા અનુસાર ગઈકાલે 11 વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે નેગેટિવ સાબિત થયા હતા. ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થઇ ચુક્યા છે એ ત્રણેય દર્દીઓ કૉ-મોર્બીડ અર્થાત કે બીજી ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી ઉંમરના હતા. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 44 પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે.

અમદાવાદમાં 15 પોઝિટિવ દર્દી, સુરતમાં 7 પોઝિટિવ દર્દી, રાજકોટમાં 5 પોઝિટિવ દર્દી, વડોદરામાં 8 પોઝિટિવ દર્દી, ગાંધીનગરમાં 7 પોઝિટિવ દર્દી અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થાય છે. આ દર્દીઓમાં 36 વિદેશથી પરત આવેલા છે જ્યારે 16 જેટલા દર્દીઓ આવા મુસાફરોના સંપર્કમાં આવ્યા છે. 2 દર્દીઓએ આંતરરાજ્ય મુસાફરીમાં પોઝીટીવ આવ્યા છે.

આ પણ વાંચો:

કોરોનાના 11 દર્દીઓનું નિદાન કરનાર મહિલા ડોક્ટરનો દાવો, વાયરસથી બચવા કરો આ સામાન્ય ઉપાય

ગુજરાત રાજ્ય તેમજ ભારત સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉનનું પાલન થાય તેવા અવારનવાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં 20,103 લોકોને 14 દિવસના ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. આ પૈકીના 575 લોકો સરકારી ક્વૉરેન્ટાઈનમાં અને 19,377 લોકો હૉમ ક્વૉરેન્ટાઈનમાં રખાયા છે. હૉમ ક્વૉરેન્ટાઈનનો ભંગ કરનારા 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આરોગ્ય અગ્રસચિવે જણાવ્યું હતું કે લોકો નિયમોનું ઉલ્લંઘન ન કરે તો આપણે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઘટી જશે. ચેપ ફેલાતો અટકાશે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં દસ હજારથી વધારે ફિમેલ હેલ્થ વર્કરો ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 3 કરોડ, 50 લાખ, 69, 926 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કરેલા સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, 37,885 વ્યક્તિઓએ આંતરરાજ્ય પ્રવાસો કર્યા છે, અને 8,265 જેટલી વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કર્યો છે.

અત્યાર સુધીમાં 118 જેટલી વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેમને સર્વેલન્સમાં મુકવામાં આવ્યા છે. ગુજરાતમાં વેન્ટિલેટર અને જરૂરી દવાઓ તથા માસ્કનુનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. લોકો પૂરતો સહયોગ આપે અને આરોગ્યની સંભાળ રાખતા કર્મચારી ડોક્ટરો, નર્સો બધાને સાથ સહકાર આપી પ્રોત્સાહિત કરો.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "આખરે જે વિશ્વ ના કરી શક્યું તે મોદી સરકારે ગણતરીના કલાકોમાં ભારતમાં કરી બતાવ્યું, કોરોનાએ માની હાર"

Leave a comment

Your email address will not be published.


*