ગ્રાહકોને આ રીતે છેતરતા હતા જવેલર્સ વાળા- મોદી સરકાર લાવી એવો કાયદો કે છેતરપિંડી કરતા વેપારીના ઉડી જશે હોંશ

Published on Trishul News at 7:17 PM, Sun, 26 July 2020

Last modified on July 26th, 2020 at 7:17 PM

હાલમાં કોરોનાની ભયંકર મહામારીને કારણે સોનાનાં ભાવમાં સતત વધારો થતો જાય છે. આવાં સમયમાં સોનાનું વેચાણ કરતાં વેપારીઓને લઈને એક મોટાં સમાચાર આવી રહ્યાં છે. મોદી સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

હવેથી દેશમાં નવો ‘ગ્રાહક સુરક્ષા કાયદો’ સોનાના દાગીના પર પણ તેનો અમલ થશે. આ કાયદો અમલ થવાના કારણે હવે કોઈપણ સોની આપને 22 કેરેટનું ગોલ્ડ કહીને 18 કેરેટ પધરાવશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે. આની સાથે જ ગ્રાહકોની સુરક્ષાનું ધ્યાન રાખતા જ મોદી સરકારે નવો કાયદો ઘડ્યો છે. હવે સોનાના દાગીના તથા ચીજમાં હૉલમાર્કની (Hallmarking) પણ વ્યવસ્થા 15 જાન્યુઆરી 2021થી અમલ થઈ જશે.

દરરોજ મોંઘું થતા સોનામાં ભાવમાં છેતરાઈ ન જવાય એ માટે સરકાર કાયદો લાવી રહી છે. ‘ગ્રાહક સુરક્ષા વિભાગ’ના મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે ‘ગ્રાહક જ્યારે પણ સોનુ ખરીદવા માટે જાય ત્યારે હૉલમાર્ક જોઈને જ ખરીદી કરે. આ હૉલમાર્કને અમારી એકમાત્ર એજન્સી ‘બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ’ (BIS) જ નક્કી કરેલ છે.

નવો ગ્રાહક સુરક્ષા કાયદો સોનાના દાગીના પર અમલ થયા બાદ તેનો ભંગ કરનાર જ્વેલર્સને કુલ 1 લાખ રૂપિયાનો દંડ તથા 1 વર્ષની જેલ પણ થઈ શકે છે. અથવા તો દંડ તરીકેની સોનાની કિંમતની કુલ 5 ગણી રકમ વસૂલવાનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હૉલમાર્કિંગ દ્વારા ગ્રાહકોને જ્વેલરીમાં કેટલા ટકા શુદ્ધ સોનું છે, તે અને કેટલા ટકા અન્ય ધાતુ મિક્સ તેમાં કરેલ છે, તેનું પ્રમાણ પણ તેમાં મળે છે. આ પ્રમાણિત થયેલ સ્ટાન્ડર્ડ અનુસાર સોનાની શુદ્ધતાનું માપદંડ પણ નક્કી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "ગ્રાહકોને આ રીતે છેતરતા હતા જવેલર્સ વાળા- મોદી સરકાર લાવી એવો કાયદો કે છેતરપિંડી કરતા વેપારીના ઉડી જશે હોંશ"

Leave a comment

Your email address will not be published.


*