હવે ATMમાંથી FREEમાં મળશે દવા, મોદી સરકાર લાવી રહી છે નવી યોજના

ATMમાંથી તમે પૈસા કાઢતા હશો, પરંતુ હવે એટીએમમાંથી દવા પણ નીકળશે. સરકાર દરેક જિલ્લામાં આવા એટીએમ લગાવવાનું વિચારી રહી છે, જેમાંથી મફતમાં દવા નીકળશે. આ…

ATMમાંથી તમે પૈસા કાઢતા હશો, પરંતુ હવે એટીએમમાંથી દવા પણ નીકળશે. સરકાર દરેક જિલ્લામાં આવા એટીએમ લગાવવાનું વિચારી રહી છે, જેમાંથી મફતમાં દવા નીકળશે.

આ ATMનું પૂરું નામ

આંધ્ર પ્રદેશમાં થયેલા પ્રયોગ બાદ ઉત્સાહિત થયેલી કેન્દ્ર સરકાર મોટી સંખ્યામાં એટીએમ લગાવવા અંગે વિચારી રહી છે. આ ATMનું પૂરું નામ એની ટાઇમ મેડિસિન છે. આ એટીએમમાં બ્રાન્ડેડ અને જેનરિક દવાઓ મફતમાં મળશે. આ એટીએમમાંથી ટેબ્લેટની સાથે સાથે સિરપ પણ નીકળશે.

300થી વધારે જરૂરી દવાઓ

નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન લિસ્ટમાં રહેલી મોટા ભાગની દવાઓ આ એટીએમમાં હશે. તમને જણાવી દઈએ કે સામાન્ય રોગો માટે જરૂરી તમામ દવાઓ નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન લિસ્ટમાં હયાત છે. આમાં 300થી વધારે જરૂરી દવાઓ છે. બ્રાન્ડેડ અને જેનરિક એમ બંને પ્રકારની દવાઓ એટીએમમાં હશે. ગોળીની સાથે સાથે સિરપ પણ એટીએમમાંથી કાઢી શકાશે.

15 જગ્યાએ લાગ્યા છે ATM

આંધ્ર પ્રદેશમાં આ પ્રયોગ સફળ રહ્યા બાદ આખા દેશમાં આ યોજના લાગૂ કરવાનું સરકાર વિચાર રહી છે. આંધ્ર પ્રદેશમાં પ્રાથમિક તબક્કે 15 જગ્યા પર દવા નીકળતી હોય એવા એટીએમ લગાવવામાં આવ્યા છે.

કમાન્ડ દ્વારા દવા નીકળશે

આ એટીએમ સામાન્ય પ્રિસ્ક્રિપ્શનને સ્કેન કર્યા બાદ દવા આપે છે. ફોન કોલ કરીને પણ આ એટીએમમાંથી દવા કાઢી શકાય છે. આ માટે દર્દી દૂર બેઠેલા ડોક્ટરને પોતાની સમસ્યા જણાવશે. ડોક્ટર દવા લખીને એટીએમ કિઓસ્કને કમાન્ડ મોકલશે, કમાન્ડ મળતાની સાથે એટીએમમાંથી દવા નીકળશે.

સ્વાસ્થ્ય કેન્દ્રો અને ગ્રામીણ વિસ્તારમાં ATM લાગશે

એટીએમની ખરીદી માટે નેશનલ રુરલ હેલ્થ મિશનના પૈસાનો ઉપયોગ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ એટીએમ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લગાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *