ડુંગળીના આસમાને પોહચેલા ભાવને નીચા લાવવા મોદી સરકારને આગામી મહીને મળશે સફળતા

સરકારની સક્રિયતા પછી એવું લાગે છે કે આગામી મહિને ડુંગળીની કિંમતો પર થોડી રાહતથઈ શકે છે. દેશમાં 15 જાન્યુઆરી સુધી 21,000 ટન આયાત કરેલી ડુંગળી…

સરકારની સક્રિયતા પછી એવું લાગે છે કે આગામી મહિને ડુંગળીની કિંમતો પર થોડી રાહતથઈ શકે છે. દેશમાં 15 જાન્યુઆરી સુધી 21,000 ટન આયાત કરેલી ડુંગળી આવવાની શક્યતા છે. આ ઉપરાંત એમએમટીસીએ 15,000 ટન ડુંગળીની આયાતના ત્રણ નવા ટેન્ડર જાહેર કર્યા છે.

દેશમાં ડુંગળી સહેલાઇથી મળી રહે તે દિશામાં સરકાર સતત પ્રયાસ કરી રહી છે, જે અંતર્ગત ડુંગળીની આયાતની સાથે સાથે સ્થાનિક સ્તરે પણ ડુંગળીની આપૂર્તિ તેમજ વિતરણની વ્યવસ્થાને દુરસ્ત કરવાના પ્રયાસમાં છે. જે અંતર્ગત એમએમટીસીએ ડુંગળીની આયાતના ત્રણ ટેન્ડર જાહેર કર્યા છે જેમાં 5,000 ટનનું ગ્લોબલ ટેન્ડર છે. એટલે કે કોઈ પણ દેશમાંથી 5,000 ટન ડુંગળી મંગાવવામાં આવશે. તો તુર્કીથી 5,000 ટન અને યુરોપિય સંઘમાંથી 5,000 ટન ડુંગળી મંગાવવા માટે ટેન્ડર જાહેર કરાયું છે.

નોંધનિય છે કે કેન્દ્ર સરકારે 1.2 લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કર્યો છે. તો નવા ટેન્ડરમાં ડુંગળીની સાઈઝને લઈને કેટલીક છૂટ છાટ આપવામાં આવી છે જે અંતર્ગત ડુંગળીની સાઈઝ 40 એમએમથી 80 એમએમ રાખવામાં આવી છે. આ ઉપરાંત ફ્યૂમિગેશનની સ્થિતિમાં જે છૂટ પહેલાં 30 નવેમ્બર સુધી હતી તેને વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *