નોબલ પારિતોષિક વિજેતા અને અર્થશાસ્ત્રીએ મોદી સરકારના આ નિર્ણયને ગણાવ્યો ખોટો, કહ્યું હું નિરાશ થયો

Nobel laureate and economist hailed the Modi government's decision as false, saying I was disappointed

મૂળ ભારતીય કૂળના અર્થશાસ્ત્રી અને નોબેલ પારિતોષિક વિજેતા અભિજિત બેનર્જીએ કહ્યું હતું કે તાજેતરમાં ભારત સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો તેથી હું નિરાશ થયો હતો. અમીરો પરનો ટેક્સ ઘટાડવાની કોઇ જરૂર નહોતી. તેમણે કહ્યું કે વેલફેર સ્ટેટમાં અમીરો પર ટેક્સ વધારીને એના દ્વારા ગરીબોનું કલ્યાણ કરવાનું ધ્યેય હોય છે.

ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું આવું

એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે શ્રીમંતો પર ટેક્સ વધારીને તેના દ્વારા ગરીબોના કલ્યાણનાં પગલાં લેવાય એ આદર્શ ગણાય. તાજેતરમાં ભારત સરકારે અમીરો પરનો ટેક્સ ઘટાડ્યો તેથી હું નિરાશ થયો હતો. સરકાર અમીરો પર હાઇ ટેક્સ લગાડે તેથી અમીરો કંઇ નારાજ થઇ જવાના નથી. એ ટેક્સની આવક દ્વારા ગરીબોના ઉત્કર્ષની યોજનાનો અમલ કરવો જોઇએ. એમાં કોઇ વિરોધાભાસ નથી. વેલફેર સ્ટેટમાં આવીજ વ્યવસ્થા હોવી ઘટે. સરકારે અર્થતંત્રના વિકાસના નક્કર પગલાં લેવાં જરૂરી છે.

શહેરના યુવાનો તરફથી વધુ મતો મળ્યા

તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શહેરી યુવાનો તરફથી વધુ મતો મળ્યા છે. આ યુવાનો ગરીબોને રાહત મળે એની વિરુદ્ધ નથી. ચૂંટણી આ મુદ્દા પર લડાવી જોઇતી હતી. દેશને વધુ મજબૂત કોણ બનાવે છે, એ ધ્યાનમાં લેવાની જરૂર હતી.

અભિજિતે કહ્યું કે હું તો મધ્યમ વર્ગનો છું. મારા દાદાએ જ્યાં વસવાટ માટે મકાન બનાવ્યું એની અડોઅડ સ્લમ (ઝૂંપડપટ્ટી) હતી. હું એ ગરીબ બાળકો સાથે મોટો થયો છું એટલે મને ગરીબીનો ફર્સ્ટ હેન્ડ અનુભવ છે. ગરીબોને ઊંચે લાવવા માટે પણ શ્રીમંતો પર ટેક્સ વધે એ જરૂરી છે. પરંતુ કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને મારા જેવા ઘણાને હતાશ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: