દુનિયાના ખતરનાક શોમાં દેખાશે મોદી, જંગલમાં કારનામા કરતો PMનો વીડિયો વાયરલ..

ડિસ્કવરી ચેનલના પ્રખ્યાત શો મેન વર્સીસ વાઇલ્ડમાં ટૂંક સમયમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નજર આવશે. ઇન્ટરનેશનલ ટાઇગર્ડ ડેના અવસર પર શોના સ્ટાર બેયર…

ડિસ્કવરી ચેનલના પ્રખ્યાત શો મેન વર્સીસ વાઇલ્ડમાં ટૂંક સમયમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નજર આવશે. ઇન્ટરનેશનલ ટાઇગર્ડ ડેના અવસર પર શોના સ્ટાર બેયર ગ્રિલ્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપી કે વડાપ્રધાન મોદીની સાથે ભારતમાં વન્ય જીવ સંરક્ષણ માટે કેટલાંય ઉપાયોને લઇ તેમણે ખાસ કાર્યક્રમ શુટ કર્યો છે. પીએમ મોદી પ્રખ્યાત શો પ્રેઝન્ટર સાથે ભારતની વિશાલ કુદરતી વિવિધતા અને પ્રકૃતિ સંરક્ષણ ઉપાયો પર ચર્ચા કરતાં દેખાશે.


બેયર ગ્રિલ્સે ટ્વીટ કરી કે 180 દેશોના લોકો ટૂંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અજાણી બાબતથી પરિચિત થશે. પીએમ મોદી બતાવશે કે કેવી રીતે ભારતમાં વન્ય જીવોના સંરક્ષણ માટે જાગૃતતા અભિયાન અને ભૌગોલિક પરિવર્તનો માટે કામ થઇ રહ્યું છે. મૈન vs વાઇલ્ડમાં મારી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડિસ્કવરી પર 12મી ઑગસ્ટના રોજ જુઓ. આ ટ્વીટની સાથે પ્રખ્યાત શો પ્રેઝન્ટરે #PMModionDiscovery પણ ટ્વીટ કર્યું છે.

પીએમ મોદીનો અલગ અંદાજ દેખાયો આ વીડિયોમાં

વીડિયોમાં વડાપ્રધાનનો બિલકુલ અલગ અંદાજ દેખાઇ રહ્યો છે. તેઓ એકદમ અલગ અંદાજમાં હસતા અને ચર્ચા કરતાં દેખાઇ રહ્યા છે. પીએમ શોના મિજાજ પ્રમાણે સ્પોર્ટ્સ ડ્રેસઅપમાં છે અને ગ્રિલ્સની સાથે નાનકડી હોડીમાં નદી પાર કરતાં, જંગલમાં ચઢાણ કરતાં દેખાઇ રહ્યા છે. શિકાર અને બીજા કામ માટે ગ્રિલ્સ પોતાના શો માં જંગલમાં હાજર વસ્તુઓમાંથી સાધન બનાવે છે અને તેની પણ નાનકડી ઝલક પ્રમોશનલ વીડિયોમાં છે.

ઓબામાની સાથે જ ગ્રિલ્સ કરી ચૂકયા છે શો

આપને જણાવી દઇએ કે ડિસ્કવરી પર પ્રસારિત થનાર શો મેન વર્સીસ વાઇલ્ડ દુનિયાના સૌથી લોકપ્રિય શોમાંથી છે. આ શો માં કેટલીય જાણીતી હસતીઓ ભાગ લઇ ચૂકી છે. આ શો ને કેટલાંય દેશોની ભાષામાં ડબ પણ કરાય છે. ગ્રિલ્સના આ લોકપ્રિય શોમાં રાષ્ટ્રપતિ હતા તે દરમ્યાન બરાક ઓબામા એ પણ ભાગ લીધો હતો. ઓબામા અને ગ્રિલ્સે અલાસ્કન ફ્રંટિયર પર ચઢાણ કરતાં શો કર્યો હતો. આ શોમાં પૂર્વ રાષ્ટ્રપતિએ કલાઇમેટે ચેન્જ અને કુદરતી સંસાધનો અને વન્ય જીવોના સંરક્ષણ જેવા મુદ્દા પર ચર્ચા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *