વિદેશ યાત્રા બાદ પરત ફરી ધડાકા માટે જાણીતા મોદી કાશ્મીર મુદ્દે કરી શકે છે આવો નિર્ણય..

કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર પર લાગેલા પ્રતિબંધોને સંપૂર્ણપણે હટાવાની સ્થિતિને સામાન્ય કરવા માટે હવે મોટાપાયા પર પહેલ કરવાની તૈયારીમાં છે. શનિવારના રોજ શ્રીનગર ગયેલા વિપક્ષી નેતાઓને…

કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર પર લાગેલા પ્રતિબંધોને સંપૂર્ણપણે હટાવાની સ્થિતિને સામાન્ય કરવા માટે હવે મોટાપાયા પર પહેલ કરવાની તૈયારીમાં છે. શનિવારના રોજ શ્રીનગર ગયેલા વિપક્ષી નેતાઓને સુરક્ષાનો હવાલો આપીને ભલે એરપોર્ટ પરથી પાછા મોકલી દેવામાં આવ્યા હોય, પરંતુ સરકારની તરફથી ત્યાં નજરકેદ ઉમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી જેવા સ્થાનિક નેતાઓ સાથે સંપર્ક સાંધવાની કોશિષ શરૂ થઇ ગઇ છે. આ સિવાય સર્વદલીય મીટિંગ બોલાવીને ત્યાંની સ્થિતિ અંગે જણાવાની કવાયદ થઇ શકે છે. પીએમ નરેન્દ્ર મોદી વિદેશથી પાછા ફર્યાદા બાદ થનાર મીટિંગમાં તેના પર નિર્ણાયક પહેલ થઇ શકે છે.

5મી ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ 370ને હટાવ્યા બાદથી ઘાટીમાં લગભગ બંદી જેવી સ્થિતિ છે. જો કે 15મી ઑગસ્ટની બાદ સ્થિતિને સમાન્ય કરવાની દિશામાં કેટલાંય પગલાં ઉઠાવ્યા છે. તેના અંતર્ગત સ્કૂલ-ઓફિસોને ખોલવા સિવાય લેન્ડલાઇન ફોન પણ ચાલુ કરાયા છે, પરંતુ મોબાઇલ ફોન હજુ પણ બંધ છે અને દુકાનો ઓછી જ ખુલી રહી છે. સરકાર માની રહી છે કે ઘાટીમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય કરવા માટે વધુ પ્રયાસ કરવો પડશે.

સૂત્રોના મત કેટલાંક ટોચના અધિકારીઓએ શ્રીનગરમાં નજરબંધ મોટા નેતાઓ સાથે સંપર્ક સાંધ્યો છે. ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત કરીને તેને પરિસ્થિતિઓની માહિતી આપવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે આ નેતાઓને છોડવાની પ્રક્રિયા પણ ઝડપી કરી દેવાઇ છે. સરકાર બીજા વિપક્ષી નેતાઓને પણ વિશ્વાસમાં લેશે. તેના માટે દિલ્હી કે શ્રીનગરમાં સર્વદલીય મીટિંગ થઇ શકે છે. સરકાર ઇચ્છે છે કે પક્ષ-વિપક્ષ મળીને વિશ્વ સમુદાયને સંદેશ આપી દે કે હવે ત્યાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે.

સુત્રોનું માનીએ તો સરકારને ખબર છે કે ઘાટીમાં બંદીશોને હવે ઝડપથી સંપૂર્ણપણે હટાવી પડશે. આખા વિશ્વ સમુદાયમાંથી ભારતને કલમ 370 હટાવા પર સમર્થન મળ્યું છે અને અંદાજે તામામ દેશોએ તેને ભારતનો અંદરનો મામલો ગણાવ્યો છે. જો કે ઘાટીમાં બંદિશોને લઇ ચિંતા પણ વ્યકત કરાઇ છે. સરકાર આ ફિકરને દૂર કરવા માંગે છે. 22મી સપ્ટેમ્બરથી મોદીનો અમેરિકાનો પ્રવાસ શરૂ થઇ રહ્યો છે. ત્યાં યુએનમાં પીએમ વાર્ષિક જલસે ને સંબોધિત કરશે. સરકાર આની પહેલાં કાશ્મીર મુદ્દાને પોતાના સ્તર પર ખત્મ કરી દેવા માંગે છે.

રાહુલ સહિત 12 નેતાઓને શ્રીનગર એરપોર્ટ પરથી પરત મોકલ્યા

કાશ્મીર ઘાટીની મુલાકાત લેવા શનિવારના રોજ રાહુલ ગાંધી સહિત વિપક્ષના 12 નેતા શ્રીનગર પહોંચ્યા, પરંતુ પ્રશાસને એરપોર્ટ પરથી પાછું ફરી જવું પડ્યું. તેમાં કોંગ્રેસ, સીપીએમ, સીપીઆઈ, ડીએમકે, એનસીપી, જેડીએસ, આરજેડી અને તૃણમૂલના નેતા હતા. દિલ્હી પાછા ફરીને રજૂ કરેલા નિવેદનમાં તેમણે કહ્યું કે રાજ્યપાલે બધાની સામે રાહુલ ગાંધીને કહ્યું હતું કે તેઓ શ્રીનગર આવ્યા અને ખુદ સ્થિતિ જુએ. ત્યારબાદ અમે લોકો ગયા હતા, પરંતુ અમે એરપોર્ટ પર જ રોકી દીધા. અમારી યાત્રાનો હેતુ કાશ્મીરીઓને એકજૂથતા દેખાડવાની અને સ્થિતિ સામાન્ય બનાવામાં મદદ કરવાની હતી. વિપક્ષે સ્થાનિક નેતાઓને નજરબંદીને અલોકતાંત્રિક ગણાવી દીધી.

‘કાશ્મીર પર પણ વાત કરશે મોદી-ટ્રમ્પ’

પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સોમવારના રોજ થનાર બેઠક પહેલાં અમેરિકાએ કહ્યું છે કે આ દરમ્યાન કાશ્મીર પર પણ ચર્ચા થશે. ટ્રમ્પ કાશ્મીરમાં માનવાધિકારઓની રક્ષા માટે ઉઠાવામાં આવેલા પગલાંની માહિતી લેશે. જો કે અમેરિકાએ ફરી એકવખત કલમ 370ને હટાવાનો નિર્ણય ભારતનો આંતરિક મામલો ગણાવ્યો છે. શનિવારના રોજ ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે અમેરિકા ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવ ઓછો કરવા માટે બે તરફી રણનીતિ પર કામ રહ્યું છે. પહેલું સીમાપર ઘૂસણખોરી રોકવી અને ભારત ખાસ કરીને કાશ્મીરમાં ટેરર ફંડિંગ અને અન્ય મદદ રોકવા માટે પાકિસ્તાન પર દબાણ બનાવ્યું. બીજું ભારતને કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનાવા માટે પ્રોત્સાહિત કરવા અને માનવાધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *