ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

શિયાળામાં મેઘમહેર- ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજા બનશે મૂશળધાર

ગુજરાતના સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે એક આગાહી કરી છે. પશ્ચિમી અવરોધના પગલે આજે રાજકોટ સહિતના સ્થળે આકાશ પાંખા અને ઉંચા લેવલે વાદળોથી છવાયું હતું તો હવામાન ખાતાએ આવતી કાલે સોમવારે રાજકોટ, પોરબંદર અને દ્વારકા પંથકમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે જ આજે તાપમાન 4 થી 5 સેલ્સિયસ ઉંચકાતા સવારના સમયે ઠંડી ગાયબ થઈ હતી. અને વાતાવરણમાં ગરમી પણ જોવા મળી હતી.

ઉલેખનીય છે કે રવિવાર થી મંગળવાર આ ત્રણ દિવસ સુધી હવામાન અસ્તવ્યસ્ત રહેવાની શક્યતા છે, આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટાણે પણ આકાશ અંશત: વાદળછાયુ રહે તેવી શક્યતા છે. તા.25-1-20 ના રોજ  મંગળવારે પણ જામનગર, દિવ સહિતના પંથકમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

સવારનું ન્યુનત્તમ તાપમાન રાજકોટમાં 5 સેલ્સિયસ વધીને આજે 16, કેશોદમાં 15, પોરબંદર 16, વેરાવળ અને દ્વારકામાં 18 સેલ્સિયસને પાર, ભૂજમાં 14, નલિયા 10.4, સુરેન્દ્રનગર 15 સેલ્સિયસ સાથે સવારે કડકડતી ઠંડીને બદલે ગુલાબી ઠંડી રહી હતી.

જ્યારે વાદળોના પગલે બપોરનું મહત્તમ તાપમાન 30 સેલ્સિયસની નીચે નોંધાયું હતું. જો કે હ વામાન ખાતા અનુસાર આગામી ત્રણેક દિવસ ઠંડી ઓછી રહેશે પણ બાદમાં હવામાન ચોખ્ખુ થવા સાથે ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.