પોલીસ સ્ટેશનમાં કામ કરી રહેલા ઈન્સ્પેક્ટર પર ચડી ગયો વાંદરો, માથામાંથી જૂઓ શોધી ખાવા લાગ્યો

Monkey climbing on inspector working in police station

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ ઓફિસર ટેબલ પર બેસીને કામ કરી રહ્યા છે અને તેમના માથા પર બેસીને એક વાંદરો જૂ કાઢી કાઢીને ખાઈ રહ્યો છે. હેરાન કરનાર વાત તો એ છે કે આ વીડિયો ઉત્તર પ્રદેશના પીલીભીચ જિલ્લાનો છે.

પીલીભીતના પોલીસ સ્ટેશન કોતવાલી નગરમાં સોમવારે એક ખૂબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનમાં મુખ્ય પોલીસ અધિકારી જ્યારે બપોરે ફરિયાદ સાંભળી રહ્યા હતા ત્યારે જ તેમના માથા પર એક વાંદરો આવીને બેસી ગયો.

શ્રીકાંત દ્વિવેદી ફરિયાદ સાંભળવાનું કામ કરતા હતા ત્યાં જ તેમના માથા પર બેસીને વાંદરો વાળમાંથી જૂ કાઢી-કાઢીને ખાઈ રહ્યો હતો. ઈન્સ્પેક્ટરે વાંદરાને નીચે ઉતરવા માટે પ્રયત્ન કર્યો પરંતુ તે ન માન્યો.

ઈન્સ્પેક્ટના માથા પરથી જ્યારે બધી જ જૂ ખતમ થઈ ગઈ ત્યારે વાંદરો ત્યાંથી કુદકા મારતો મારતો જતો રહ્યો. અને ઈન્સ્પેક્ટર સાહેબ ફરિથી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.

આ ઘટનાનો વીડિયો બનાવીને કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો છે. અને ત્યાર બાદ તે ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: