જનતાના પૈસે લીલાલહેર? સુરતના ‘મેયર મહેલ’નો મહિનાનો ખર્ચ જાણીને આંખો પહોળી થઇ જશે

Published on Trishul News at 3:10 PM, Mon, 11 October 2021

Last modified on October 11th, 2021 at 3:10 PM

સુરત(Surat): શહેરના મેયર એવા હેમાલી બોઘાવાલા(Hemali Boghawala)નો બંગલો થોડા સમય પહેલા 5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે માહિતી અધિકારી અધિનિયમ(RTI)માં બંગલામાં થઇ રહેલા ખર્ચા વિશેની માહિતી સામે આવી છે. આ માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, મેયરના બંગલોમાં કરવામાં આવતી સફાઈ, ગાર્ડનની જાળવણી, બંગલાની સુરક્ષા માટે રાખવામાં આવેલ પોલીસ કર્મચારી(Police personnel) અને સિક્યુરિટી ગાર્ડ(Security guard) પાછળ કુલ 158635.98 રૂપિયા એક મહિના માટે ખર્ચવામાં આવે છે.

મેયરના બંગલોમાં કુલ 6 જેટલા સિક્યુરિટી ગાર્ડ ફાળવવામાં આવ્યા છે અને આ 6 સિક્યુરીટી ગાર્ડનો માસિક ખર્ચ ૧૧૭૦૧.૩૩*૦૬= ૭૦૨૦૭.૯૮ રૂપિયા થાય છે. સાથે મેયરના બંગલામાં અન્ય ૦૪ જેટલા માર્શલો ફરજ બજાવે છે. જેનો માસિક ખર્ચ ૨૨૧૦૭.૫૦*૦૪=૮૮૪૨૮ રૂપિયા થાય છે. એટલે કે બંગલાની સુરક્ષા માટે રાખવામાં આવેલ પોલીસ કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડ પાછળ કુલ 158635.98 રૂપિયા એક મહિના માટે ખર્ચવામાં આવે છે.

ત્યારે આ પરથી અનેક સવાલો ઉદભવી રહ્યા છે કે, મેયરના બંગલા પાછળ આટલો બધો ખર્ચો કેમ? શું જનતાના ટેક્ષના પૈસાથી જ નેતાઓને જલસા કરવાના છે? ક્યાંકને ક્યાંક જાહેર જનતાના ટેક્ષના પૈસા અન્ય જગ્યાએ ઉપયોગ થતું હોય તેવું લાગી રહ્યું છે. જનતાના પૈસા શહેરના વિકાસમાં વાપરવા જોઈએ પણ આ તો ઊંધું જ થઇ રહ્યું છે. જનતાના ટેક્ષના પૈસા તો મેયરના બંગલાના ખર્ચમાં વાપરી રહ્યા છે તેવું આ ખર્ચ પરથી જોતા લાગી રહ્યું છે.

જોવાનું રહ્યું કે, સુરત મહાનગરપાલિકાની તિજોરીના તળિયા દેખાઈ રહ્યા હતા તો બીજી તરફ રૂપિયા 5 કરોડના ખર્ચે મેયર હેમાલી બોઘાવાલા માટે બંગલો તૈયાર કરવામાં આવ્યો હતો. સુરતના અલથાણ વિસ્તાર પાસે મેયરના બંગલા બનાવવા પાછળ પાંચ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને સાથે તેમાં હવે 1.25 કરોડનું ઇન્ટિરિયર પણ કરવામાં આવ્યું હતો. મેયરનો આ બંગલો 5983 સ્કવેર મીટર એરિયામાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ બંગલામાં ગાર્ડન, બે માસ્ટર બેડરૂમ, ગેસ્ટ રૂમ, સર્વન્ટ રૂમ, કિચન, ડાઇનિંગ અને ઓફિસ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં રહેતા ગુજરાત રાજ્યના મોટા મંત્રીઓ કરતાં પણ વધારે સુવિધાઓ મેયરના બંગલામાં આપવામાં આવી છે. મેયર હેમાલી બોઘાવાલાના બંગલામાં ઇન્ટિરિયર માટે પણ સવા કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. બંગલામાં સિક્યુરિટી કેબિન, સર્વન્ટ ક્વાર્ટર પણ બનાવવામાં આવ્યા હતા. સાથે જ આ બંગલામાં કુલ 6 જેટલા બેડરૂમ છે અને પ્રાઈવેટ ઝોનમાં લિવિંગ રૂમ અને ફોર્મલ ડાઈનિંગ રૂમ પણ બનાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "જનતાના પૈસે લીલાલહેર? સુરતના ‘મેયર મહેલ’નો મહિનાનો ખર્ચ જાણીને આંખો પહોળી થઇ જશે"

Leave a comment

Your email address will not be published.


*