ભારે વિરોધ બાદ મોરારી બાપુ સુરતમાં આયોજિત થનારા કાર્યક્રમમાં હાજરી આપશે કે કેમ? જાણો અહી

શરુ મહિનાની પાંચમિ તારીખના રોજ એક વિડીયો વાઈરલ થયો હતો, જેમાં જાણીતા રામકથા કલાકાર મોરારિ બાપુ સ્વામિનારાયણ ભગવાનના કિશોર અવસ્થાના નીલકંઠ વર્ણી રૂપને ખંડિત કરતું…

શરુ મહિનાની પાંચમિ તારીખના રોજ એક વિડીયો વાઈરલ થયો હતો, જેમાં જાણીતા રામકથા કલાકાર મોરારિ બાપુ સ્વામિનારાયણ ભગવાનના કિશોર અવસ્થાના નીલકંઠ વર્ણી રૂપને ખંડિત કરતું નિવેદન આપ્યું હતું અને વિશ્વભરના લાખો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓની લાગણી દુભાવી હતી. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાય સહિત અન્ય સાધુ સમાજે આ નિવેદનને વખોડયું હતું અને સોશિયલ મીડિયામાં અનેક મેસેજો ફરતા થયા હતા.

આ વિવાદ બાદ સુરતમાં આવનારી ૧૪ સપ્ટેમ્બરના રોજ શહીદોને સલામ નામનો એક કાર્યક્રમ સુરતની એનજીઓ દ્વારા આયોજિત થયેલ છે. જેમાં મોરારી બાપુ અતિથી તરીકે હાજર રહેવાના હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ વિવાદમાં ફસાયા બાદ મોરારી બાપુ આ કાર્યક્રમ માં આવશે કે નહિ? તે સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. આ કાર્યક્રમમાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહેવાના છે.  સાથે સાથે ગુજરાતના રાજ્યપાલ પણ ઉપસ્થિત રહેનાર છે.

Trishul ન્યુઝ ને આયોજક મંડળના એક સભ્યે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં મોરારી બાપુ ઉપસ્થિત નહિ રહે. આ વાત મોરારી બાપુએ પોતે ફોન કરીને આયોજકોને જણાવી છે. આ પાછળ નું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ નીલકંઠ વિવાદ ને કારણે મોરારી બાપુએ કોઈના રોષનો ભોગ ન બનવું પડે તે માટે સાવચેતીના પગલે કદાચ ના પાડી હોઈ શકે છે. આ વાતની સચ્ચાઈ તો હવે આવનારા ૧૪ સપ્ટેમ્બરના કાર્યક્રમના રોજ જ બહાર આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *