મોરબી- ભેંસો ચરાવવા જેવી નજીવી બાબતમાં ખેલાયો ખૂની ખેલ, બે લોકોને આવ્યો જીવ ગુમાવવાનો વારો

મોરબી(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર લોકો નજીવી બાબતમાં હત્યા કરવા માટે તૈયાર થઇ જતા હોય છે. તેવી જ એક ઘટના હળવદ તાલુકાના જૂની જોગડ ગામમાંથી સામે આવ્યો…

મોરબી(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર લોકો નજીવી બાબતમાં હત્યા કરવા માટે તૈયાર થઇ જતા હોય છે. તેવી જ એક ઘટના હળવદ તાલુકાના જૂની જોગડ ગામમાંથી સામે આવ્યો હતો. બે જૂથ વચ્ચે ભેંસો ચરાવવા અંગે ઝઘડો થતા ગામનો 30 વર્ષનો અસ્થિર મગજના યુવાને 40 વર્ષના આધેડને ધોકા વડે જીવલેણ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ ગામના જ 4 વ્યક્તિઓએ અન્ય એક 30 વર્ષના નવઘણભાઈને ધોકા પાઈપો વડે હુમલો કરતા તેનું પણ ઘટનાસ્થળે મોત થયું હતુ. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતકની લાશનો પીએમ કરાવી લાશને પરિવારજનોને સોપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, રવિવારે સાંજે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણકાંઠાના જુના જોગવાડ ગામે રાજપર ગામના 40 વર્ષના રઘુભાઈ બચુભાઈ મુલાડીયા એક અઠવાડિયા પહેલા માલ ઢોરનો ધંધો કરવા માટે જુની જોગડ ગામે ગયા હતા. ત્યારે જોગડ ગામની સીમમાં ભેંસો ચરાવવા માટે આ જ ગામના 30 વર્ષનો અસ્થિર મગજના નવઘણભાઈ સિંધાભાઈ ઝીંઝુવાડા નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો.

ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે, અસ્થિર મગજના યુવાન નવઘણભાઈ સિંઘાભાઈ ઝીઝુવાડિયાએ રઘુભાઈને માથાના ભાગમાં ધોકા અને પાઇપ વડે હુમલો કરતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યારબાદ રઘુભાઈનું મોત થતાં ગામના જ 4 વ્યક્તિઓએ 30 વર્ષના અસ્થિર મગજના નવઘણભાઈ સિંધાભાઈ ઝીંઝુવાડીયા પર પાઇપ વડે હુમલો કરીને નાખી હતી. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ બંને મૃતકોના મૃતદેહને પોલીસે કબજો કરીને હળવદની સરકારી હોસ્પિટલમાં પીએમ કર્યા પછી મૃતદેહ પરિવારજનોએ સોપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *