મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપની જવાબદાર- SITના રિપોર્ટમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

Published on Trishul News at 4:45 PM, Tue, 10 October 2023

Last modified on October 10th, 2023 at 4:50 PM

Morbi Bridge Collapse: મોરબી દુર્ઘટના કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેસમાં નીમવામાં આવેલ SITએ હાઇકોર્ટમાં 5000 પાનાંનો રિપોર્ટ રજૂ કર્યો છે. SIT દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આ ઘટના માટે ઓરેવા કંપનીનાં તમામ લોકો જવાબદાર હોવાનું પણ SITનું કહેવું છે. જેમાં આ હોનારત માટે ઓરેવા કંપની સંપૂર્ણ જવાબદાર હોવાનું અને આ અકસ્માત નહીં 135 લોકોનુ મર્ડર છે તેવો ખુલાસો કરાયો છે. સાથે જ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો કે, આરોપી સામે 302ની કલમ લાગવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, મોરબી બ્રિજ દુર્ઘટનામાં 134 લોકોના મૃત્યુ થયા હતા.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માટે ઓરેવા ગ્રુપ જવાબદાર હોવાનો ખુલાસો થયો હતો. સીટના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે જયસુખ પટેલ અને ઓરેવા કંપનીના મેનેજરો મોરબી પુલ દુર્ઘટના માટે જવાબદાર છે. મોરબી બ્રિજ દૂર્ઘટનાને લઈ SITની ટીમનો અંતિમ તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. રિપોર્ટમાં ઓરેવા કંપનીના MD,મેનેજર સહિતના લોકો દુર્ઘટના પાછળ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસને લઈને SITની ટીમે 5000 પેજનો તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. અગાઉ આંતરિક તપાસ રિપોર્ટમાં પણ મહત્વના ખુલાસાઓ થયા હતા. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલાની તપાસ માટે રાજ્ય સરકારે સીટની રચના કરી હતી. SIT ની ટીમે 5000 પેજનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતો.

SIT દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હતી. મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે ઓરેવા કંપનીનાં MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ જવાબદાર છે. ઘટનાને લઇ તમામ લોકો જવાબદાર હોવાનું SITના રિપોર્ટમાં ખુલ્યુ છે. SIT ના રિપોર્ટ મુજબ બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નહતો તો ઓવરલોડ સંખ્યા રોકવાની વ્યવસ્થા નહોતી કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે.

શું છે SITના રિપોર્ટમાં ?
SITના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નહોતો. આ સાથે ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ કર્યું ન હતુ. ટિકિટ વેંચાણ પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ કરવામાં આવ્યો ન હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કૉંગ્રેસ નેતા લલિત કગથરાએ દાવો કર્યો હતો કે, સરકાર અધિકારીઓને બચાવી રહી છે. નગરપાલિકાના અધિકારીઓને બચાવવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી જબરદસ્તીથી બ્રિજ ચાલુ કરાવાયો હતો. જયસુખ પટેલ નિર્દોષ છે. આ પાછળ સરકારી પ્રશાસન જવાબદાર છે.

અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ ગયા વર્ષે 30 ઑક્ટોબરે રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં. સરકારી આંકડા અનુસાર, આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ ઓરેવા ગ્રુપને સોંપવામાં આવ્યું હતું.

Be the first to comment on "મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપની જવાબદાર- SITના રિપોર્ટમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો"

Leave a comment

Your email address will not be published.


*