કારખાનામાં ધમધમી રહ્યું હતું જુગાર ધામ, અચાનક પોલીસે દરોડા પાડ્યા અને…

આજકાલ દારૂ પાર્ટી અને જુગાડના કેસો સતત પોલીસ પકડી પડે છે. ત્યારે મોરબીમાં છેલ્લાં કેટલાંક સમયથી વિદેશી દારૂ અને જુગારના અડ્ડાઓ પર એલસીબી અને સ્થાનિક…

આજકાલ દારૂ પાર્ટી અને જુગાડના કેસો સતત પોલીસ પકડી પડે છે. ત્યારે મોરબીમાં છેલ્લાં કેટલાંક સમયથી વિદેશી દારૂ અને જુગારના અડ્ડાઓ પર એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં હવે તો ભાજપના આગેવાન ખુદ જ જુગારની આધુનિક કલબ ચલાવતા હોવાનો ભાંડો હળવદમાં એલસીબી પોલીસ દ્વારા ફોડી નાખવામાં આવ્યો છે. જેમાં એલસીબી ટીમ દ્વારા હળવદ નગરપાલિકા કારોબારી ચેરમેન સહિત દસને દારૂ સાથે જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, હળવદના મોરબી રોડ પર આવેલામાં બેવરેજીસ નામના મીંનરલ્સની ઓફિસમાંથી દારૂ સહિતની સવલતો પુરી પાડતું જુગરધામ ચાલતા હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના દરોડામાં બહાર આવ્યું હતું કે, હળવદના પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન અશ્વિન ઈશ્વર કંણઝારીયા દ્વારા આ આધુનિક જુગારધામ ચલાવવામાં આવતું હતું.

પોલીસ દ્વારા જુગારધામ ચલાવતા હાલના ભાજપના હળવદના નગરપાલિકા સદસ્ય અને કારોબારી સમિતિના ચેરમેન અશ્વિન ઇશ્વરભાઈ કણઝારીયા, યશવંત કાનજીભાઈ પારેજીયા, દેવજી કેશવજી અધારા, જગદીશ અવચરભાઈ ઓડિયા, દેવજી કાલુભાઈ બોરીયા, બળદેવ ભીખાભાઇ કણઝારીયા, હિતેશ ગણેશભાઈ પારેજીયા, પ્રવીણ ધનજીભાઈ પ્રજાપતિ, ચંદુલાલ ધરમશીભાઈ પંચાસરા, યોગેશ વાલજીભાઈ સોનગરા સહિત દસની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત ઓફિસમાંથી વિદેશી દારૂની 14 નંગ બોટલ પણ મળી આવતા પોલીસ દ્વારા પ્રોહીબિશન એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ દરોડામાં મોરબી એલસીબી ટીમ દ્વારા 2,0,1000 લાખની રોકડ અને પાંચ મોટરસાયકલ, દસ મોબાઈલ મળી કુલ 3,33,000ના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે અને હળવદ પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે. આ દરમિયાન હળવદ ભાજપના નગરપાલિકાના સદસ્ય દ્વારા જ જુગાર કલબ ચલાવવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો છે.

જોકે, આ દરોડો પડ્યો હોવાની માહિતી મળતાં જ ભાજપના મોટા ગજાના નેતાઓના ફોન ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ભડકવા લાગ્યા હતા. પરંતુ, પોલીસ દ્વારા સામાન્ય માણસ સાથે જ થાય એ રીતે કામગીરી કરી અને યોગ્ય કાર્યવાહી ચાલુ રાખી ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજી બાજુ નાની નાની બાબતોમાં તાત્કાલિક કાર્યવાહી કરવા પહોંચી જતી હળવદ પોલીસ પર એલસીબી ટીમ દ્વારા તેના જ ઘરમાં આવડી મોટી કાર્યવાહી કરતા હળવદ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે.

મોરબીના રોડ પર આવેલા મિનરલ્સના કારખાનામાં ચાલતા આ જુગરધામથી શુ ખરેખર હળવદ પોલીસ અજાણ હતી તેવા અનેક સવાલો હાલ ઉભા થયા છે. આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, આ બાબતે મોરબી એસપી સુબોધ ઓડેદરા દ્વારા હળવદની સ્થાનિક પોલીસ સમક્ષ કામગીરી પર ખુલાસો માંગવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *