યુવાનોને ચાર સવારીમાં જવું પડ્યું ભારે: બાઈકનું અકસ્માત થતા બે સગા ભાઈ અને સાળો-બનેવીનાં થયા કમકમાટીભર્યા મોત

સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલીક વાર તો અકસ્માત એટલાં ભયંકર સર્જાતાં હોય છે કે, અનેક લોકોને પોતાનો તેમજ પોતાના…

સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલીક વાર તો અકસ્માત એટલાં ભયંકર સર્જાતાં હોય છે કે, અનેક લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટનાને લઈ જાણકારી સામે આવી છે.

મોરબીમાં 28 જાન્યુઆરીએ વહેલી સવારમાં 4 વાગ્યાની આજુબાજુ ભયંકર અકસ્માત સર્જાયો છે કે, જેમાં મોરબીના સામાકાંઠે આવેલ માળીયા ફાટક પાસે અજાણ્યા વાહન ચાલકની અડફેટે બાઈક આવી ગઇ હતી. જેમાં રાજસ્થાનનાં ઉદયપુરથી મોરબી આવેલ 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

જ્યારે તેને લેવા માટે આવેલ વ્યક્તિને પણ ઈજાઓ પહોંચતાં સારવાર માટે સૌપ્રથમ મોરબી બાદમાં રાજકોટમાં લઈ જવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા ગુનો નોંધીને ફરાર અજાણ્યા વાહન ચાલકની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અકસ્માતની પ્રાથમિક માહિતી મુજબ ઇજાગ્રસ્ત દિનેશ શંભુભાઈ માળીયા ફાટક પાસે 4 મૃતકોને લેવા માટે આવ્યા હતા.

મૃતકોના નામ :
17 વર્ષીય તેજારામ વખતારામ ગામેતી
19 વર્ષીય શિવાજીભાઈ પ્રતાપભાઈ ગામેતી
18 વર્ષીય સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી
19 વર્ષીય મનાલાલ ઉમેંદજી કળાવા શિવજીભાઈ પ્રતાપભાઈનો સાળો છે.

ઇજાગ્રસ્તને રાજકોટમાં લઈ જવામાં આવ્યા :
આ તમામ લોકોને લેવા માટે આવેલ મૂળ રાજસ્થાનના હાલ મોરબીમાં રહેતા દિનેશ સંભુભાઈને ઇજાઓ પહોંચતાં સૌપ્રથમ મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદમાં વધુ સારવાર અર્થે રાજકોટમાં લઈ જવામાં આવ્યા છે.

CCTV પરથી થશે આગળની તપાસ :
ઘટનાની જાણ થતાંની સાથે જ B-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બનાવની નોંધ કરવામાં આવી હતી. આની ઉપરાંત મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચારેય યુવાનોના અકસ્માતમાં મોત કરીને ફરાર થઈ ગયેલ વાહનચાલકની વિરુદ્ધ ગુનો નોંધવા માટે CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

ગઇકાલે પણ ગોંડલ-જેતપુર હાઈવે પર અકસ્માતના 2 ઘટના સામે આવી હતી. એક ઘટનામાં ટેમ્પો તથા કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર સળગીને ખાખ થઈ ચૂકી હતી. જ્યારે અને એક ઘટનામાં ડુંગળીથી ભરેલ ટ્રેક્ટર કાર ઉપર પલટી મારતા કારને નુકસાન થવા પામ્યું છે.

ગોંડલ નજીક આવેલ ગુંદાળા ચોકડીથી થોડે દૂર કાર તથા ટેમ્પોની વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. જો કે, બંને ઘટનામાં ચાલકોના આબાદ બચાવ થતા મોતને હાથતાળી આપ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જેને લીધે ખુબ ભયંકર સ્તિથી સર્જાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *